દુબઈમાં ભારત કરતાં કેટલું સસ્તું છે સોનું? આટલામાં આવી જશે સોનાની ચેઈન

ભારતથી દુબઈ જતાં ટુરિસ્ટ ત્યાંથી સોનું ખરીદવાનું પસંદ કરે છે.

જો કોઈ સંબંધી પણ ત્યાં જાય છે તો તેમને સોનું ખરીદવા માટે કહેવામાં આવે છે.

પરંતુ સવાલ એ છે કે આખરે દુબઈમાં સોનું કેટલું સસ્તુ મળે છે અને ત્યાં ભારત કરતા કેટલું સસ્તુ સોનું છે?

જો આજે (3 જુલાઈ)ના ભાવની વાત કરીએ તો દુબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 282.75 AED છે.

ભારતીય કરન્સી પ્રમાણે આ ભાવ 6430 રૂપિયા પ્રતિ ગ્રામ છે. એટલે કે ત્યાં એક તોલા સોનું 64,300 રૂપિયામાં મળી જશે.

આ સિવાય 22 કેરેટ સોનાનો ભાવ 261.75 AED છે, એટલે કે 5952 રૂપિયા પ્રતિ ગ્રામ. આ સોનું તમે 59,520 રૂપિયામાં એક તોલુ ખરીદી શકો છે.

ભારતની સરખામણી કરીએ તો આ ઘણી ઓછી છે. જો તમે 10 ગ્રામ સોનું પણ ખરીદો છો તો તમે ઘણા રૂપિયા બચાવી શકો છો.

આજે ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ 7254 રૂપિયા પ્રતિ ગ્રામ છે અને એક તોલાની કિંમત 72,530 રૂપિયા છે.

તો ભારતમાં 22 કેરેટ સોનાનો ભાવ 6650 રૂપિયા પ્રતિ ગ્રામ છે અને એક તોલાની કિંમત 66,500 રૂપિયા છે.

એટલે કે ત્યાં સોનાની કિંમત ભારત કરતા લગભગ સાડા 6 હજાર રૂપિયા ઓછી છે. ત્યાંથી સોનું લાવવાની એક લિમિટ છે.

આવી સ્થિતિમાં તમે ત્યાં 10 ગ્રામની ચેઈન લગભગ 60 હજાર રૂપિયામાં ખરીદી શકો છો.