અંબાણી-અદાણીની પાસે કેટલી છે કંપનીઓ? જાણો કોણ છે બાદશાહ

મુકેશ અંબાણી પ્રથમ અને ગૌતમ અદાણી ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. આ બંનેની ઘણીવાર સંપત્તિ સહિત ઘણી બાબતોમાં સરખામણી કરવામાં આવે છે.

ફોર્બ્સ અનુસાર, અંબાણીની નેટવર્થ 9.37 લાખ કરોડ અને અદાણીની લગભગ 6.5 લાખ કરોડ રૂપિયા છે.

તમે તેમની કાર, ઘર, જેટ અને યૉટ વિશે પણ સંભળ્યું અને વાંચ્યું હશે. પરંતુ આજે અમે આપને જણાવીશું કે આમાંથી કોણ સૌથી વધુ કંપનીઓના માલિક છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની દેશ-વિદેશમાં 254 સબસિડિયરી કંપનીઓ અને 38 નવી ખરીદેલી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ છે.

એટલે કે મુકેશ અંબાણી 292 કંપનીઓ અને સ્ટાર્ટઅપના માલિક છે. તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત રિલાયન્સ જિયો ઈન્ફોકોમ અને રિલાયન્સ રિટેલ મુખ્ય છે.

રિલાયન્સની નવી ખરીદેલી કંપનીઓ અને સ્ટાર્ટઅપમાં જસ્ટ ડાયલ, ડુન્ઝો, મિલ્કબાસ્કેટ અને ડેન નેટવર્ક્સ સામેલ છે.

અદાણી ગ્રુપની પાસે 26 મેઈન કંપનીઓ છે. જેમાંથી 10 લિસ્ટેડ છે. તેમાં અંદાણી ગ્રીન એનર્જી, અદાણી સોલાર અને અદાણી એન્ટરપ્રાઈઝ સામેલ છે.

અદાણી પેલ્મા કોલિયરીઝ અને અદાણી ન્યૂ એનર્જી જેવી અદાણી ગ્રુપની કેટલીક નાની-મોટી કંપનીઓ પણ છે.

અદાણી ગ્રુપે Marut Drones, oNergy Solar અને PRESPL જેવા સ્ટાર્ટઅપ પણ ખરીદ્યા છે.