સલમાન ખાને આ 7 અભિનેત્રીઓની બદલી નાખી કિસ્મત!

બોલિવૂડના 'ભાઈજાન' એટલે કે સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટ્રેસની કિસ્મત ચમકાવી ચૂક્યા છે. ચાલો જાણીએ આ લિસ્ટમાં કઈ-કઈ એક્ટ્રેસ છે.

સોનાક્ષી સિન્હાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી પહેલા સલમાન ખાને જ 2010માં આવેલી ફિલ્મ  'દબંગ'થી બ્રેક આપ્યો હતો.

જરીન ખાનને પણ બોલિવૂડમાં લાવનાર સલમાન ખાન જ છે. સલમાન ખાનની સાથે જરીન ખાન વીરમાં જોવા મળી હતી, જે તેની ડેબ્યૂ ફિલ્મ હતી.

ડેજી શાહ તમિલ અને હિન્દી સિનેમામાં પહેલાથી જ એક્ટિવ હતી, પરંતુ તેને અસલમાં ઓળખ સલમાન ખાનની ફિલ્મ 'જય હો'થી મળી. સલમાન ખાનની  સાથે 'ડેજી શાહ' 'રેસ -3'માં પણ જોવા મળી ચૂકી છે.

સલમાન ખાનની સાથે કેટરીના કેફે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટ્રેસે સલમાન ખાનની સાથે પહેલીવાર વર્ષ 2005માં ફિલ્મ 'મેને પ્યાર ક્યૂ કિયા'માં સ્ક્રીન શેર કરી હતી, જે બાદ તે રાતો રાત સ્ટાર બની ગઈ.

અથિયા શેટ્ટીએ બોલિવૂડમાં સલમાન ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'હીરો'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

પ્રખ્યાત અભિનેતા મહેશ માંજરેકરની પૂત્રી સઈ માંજરેકરને પણ સલમાન ખાને 'દબંગ 3'થી બોલિવૂડમાં લૉન્ચ કરી હતી.

બિગ બોસની એક્સ કન્ટેસ્ટેન્ટ રહી ચૂકેલી શહનાઝ ગિલની પણ કિસ્મત ચમકાવવામાં સલમાન ખાનનો જ હાથ છે.