136KM ની રેન્જ... ધાંસૂ ફીચર્સ! Chetak ઈલેક્ટ્રિક સ્કૂટર નવા અવતારમાં લોન્ચ
દેશની જાણીતી ટુ-વ્હીલર નિર્માતા કંપની બજાજ ઓટોએ ઈલેક્ટ્રિક સ્કૂટર Bajaj Chetakનું નવું સ્પેશ્યલ એડિશન લોન્ચ કર્યું છે.
કંપની આ સ્પેશ્યલ એડિશન ઈલેક્ટ્રિક સ્કૂટરને 'Chetak 3201' નામ આપ્યું છે. તેમાં કેટલાક ફેરફાર પણ કરાયા છે.
નવા 'Chetak 3201'ની શરૂઆતની કિંમત રૂ.1,28,744 (એક્સ-શોરૂમ) છે. આ સ્કૂટરમાં કંપની ઈમ્બોઈડ ડિકેલ્સ અને ક્વિલ્ટેડ સીટ આપી છે, જે તેને પ્રીમિયમ બનાવે છે.
તેને Amazon પર એક્લક્લુઝિવ લોન્ચ કરાયું છે. બજાજ એકમાત્ર ઈલેક્ટ્રિક સ્કૂટર છે જે સેગ્મેન્ટમાં મેટલ બોડીમાં આવે છે.
કંપનીનો દાવો છે કે તેની બેટરી IP67 રેટિંગ સાથે આવે છે, જે ધૂળ, તડકો અને પાણીથી બિલકુલ સુરક્ષિત રહેશે.
બજાજ ચેતકનું આ નવું સ્પેશ્યલ એડિશન સિંગલ ચાર્જમાં 136KM દોડશે. તેમાં કેટલાક એડવાન્સ ફીચર પણ આપેલા છે.
આ સ્કૂટરમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, ચેતક મોબાઈલ એપ સપોર્ટ, કલર TFT ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર અને ઓટો હજાર્ડ લાઈટ જેવા ફીચર્સ મળે છે.
73 KM/કલાકની ટોપ સ્પીડે ચાલતા આ સ્કૂટરની બેટરી ફુલ ચાર્જ કરવામાં 5 કલાક 30 મિનિટનો સમય લાગે છે.
દીપિકા પાદુકોણની ચમકદાર સ્કીનનું આ છે સિક્રેટ, પહેલીવાર એક્ટ્રેસ કર્યો ખુલાસો
Related Stories
જૂની કાર SCRAP કરાવવા અને નવી કાર ખરીદવા પર કેટલું ડિસ્કાઉન્ટ મળે? જાણો વિગતો
આવી રહી છે મારુતિની ઈલેક્ટ્રિક કાર! સિંગલ ચાર્જમાં 500KM દોડશે
Nexon EVની ટક્કરમાં આવી રહી છે ઈલેક્ટ્રિક કાર! 11 સપ્ટેમ્બરે થશે લોન્ચ
15 ઓગસ્ટે OLA કરશે ધમાલ! લાવી રહ્યું છે પહેલી ઈલેક્ટ્રિક બાઈક?