Adani ની કંપનીની મોટી જાહેરાત...આવતીકાલે શેર બજારમાં દેખાશે અસર!
અરબપતિ ગૌતમ અદાણી (Gautam Adani)ની આગેવાની હેઠળની અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે એક મોટી જાહેરાત કરી છે.
કંપનીએ નાણાકીય વર્ષ 2024-25માં વિવિધ સેક્ટર્સમાં 80,000 કરોડ રૂપિયાના રોકાણનો પ્લાન તૈયાર કર્યો છે.
PTIના જણાવ્યા અનુસાર, આ રોકાણ અદાણી એન્ટરપ્રાઈઝ રિન્યુએબલ એનર્જીથી લઈને એરપોર્ટ અને ડેટા સેન્ટર્સમાં કરાશે.
Adani Enterprises ના ડેપ્યુટી ચીફ ફાઈનાન્સ ઓફિસર સૌરભ શાહના જણાવ્યા અનુસાર, અમે 2024-25માં લગભગ 80,000 કરોડ રૂપિયાના રોકાણની વિચારણા કરી રહ્યા છીએ, જેનો મોટો હિસ્સો ANIL અને એરપોર્ટ બિઝનેસમાં ખર્ચ થશે.
તો ગંગા એક્સપ્રેસ વેના કારણે રોડ સેક્ટરમાં 12,000 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે અને બાકીની રકમ અન્ય બિઝનેસ સેક્ટરમાં ખર્ચ થશે.
PVC બિઝનેસમાં અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા 10,000 કરોડ રૂપિયા અને ડેટા સેન્ટર્સ પર 5000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની તૈયારી છે.
રવિવારની આ જાહેરાત બાદ સોમવારે તેની અસર અદાણી ગ્રુપની વિવિધ સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓના શેર પર જોવા મળી શકે છે.
ગયા શુક્રવારે dani Ent Share (1.35%), Adani Port (2.20%), અAdani Energy Solution Share (1.63%) તેજી સાથે બંધ થયા હતા.
નોંધઃ શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટ્સની સલાહ જરૂર લો.
નવી NEXONમાં એક ઝાટકે 1.10 લાખનો ઘટાડો! હવે કેટલી છે કિંમત
Related Stories
Nexon EVની ટક્કરમાં આવી રહી છે ઈલેક્ટ્રિક કાર! 11 સપ્ટેમ્બરે થશે લોન્ચ
મુકેશ અંબાણી કેટલો પગાર લે છે? નવા રિપોર્ટમાં થયો ખુલાસો
136KM ની રેન્જ... ધાંસૂ ફીચર્સ! Chetak ઈલેક્ટ્રિક સ્કૂટર નવા અવતારમાં લોન્ચ
15 ઓગસ્ટે OLA કરશે ધમાલ! લાવી રહ્યું છે પહેલી ઈલેક્ટ્રિક બાઈક?