રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ લુક પાછળ ખર્ચ થયા 1000 કરોડ?
એશિયાના દિગ્ગજ બિઝનેસમેન અને સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની બીજી પ્રી-વેડિંગ સેરેમની ભલે પૂર્ણ થઈ ચૂકી હોય, પરંતુ તેની ચર્ચા હજુ પણ ચાલી રહી છે.
આ વચ્ચે સોશિયલ મીડિયા પર અનંત અંબાણીની થનાર પત્ની રાધિકા મર્ચન્ટનો એક લુક વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લુક પાછળ 1000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
પરંતુ અહીં સવાલ એ છે કે શું ખરેખર રાધિકા મર્ચન્ટના આ લુક પર 1000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે? જોકે, ગુજરાત તક આ વાતની પુષ્ટી નથી કરતું, એવામાં ચાલો જાણીએ આ અંગેનું સત્ય...
વાસ્તવમાં સિયાસત ડોટ કોમે એક સમાચાર પ્રકાશિત કર્યા હતા કે રાધિકા મર્ચન્ટના ગાઉન લુક પર 1000 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. પરંતુ ખરેખર આ વાત ખોટી છે અને માત્ર અફવા છે.
આવું એટલા માટે કારણ કે મુકેશ અંબાણીએ તેમની લાડકી દીકરી ઈશા અંબાણીના લગ્નમાં 700 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. ઈશા અંબાણીના લહેંગાની વાત કરીએ તો તેની કિંમત 90 કરોડ રૂપિયા હતી.
આ પહેલાની પ્રી-વેડિંગ સેરેમનીમાં મુકેશ અંબાણીએ ટોટલ ખર્ચ 1290 કરોડનો કર્યો હતો. ખાવા-પીવા પર જ તેમણે 250 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.
આવી સ્થિતિમાં રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ લુક પર 1000 કરોડ ખર્ચ કરવાની વાત એકદમ ફેક છે.