છેલ્લા 3 વર્ષમાં સિંહોના મૃત્યુનો આંકડો છે ચૌકાવનારો, સિંહ પ્રેમીઓ ચિંતામાં મુકાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતની 15 મી વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન અનેક વિષયો પર ધારાસભ્યો સવાલો કરી અને ચૌકાવનારા આંકડા સામે લાવી રહ્યા છે. આ દરમિયાન ગીરનું ઘરેણું ગણાતા સિંહના મૃત્યુ આંકના સમાચાર ચિંતા વધારનારા છે. વન મંત્રી મુરુભાઈ બેરાએ ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે વર્ષ 2022-23માં ગીરમાં 100 સિંહોના મોત થયા હતા. આ આંકડા 1 એપ્રિલ, 2022 થી 31 જાન્યુઆરી, 2023 સુધીના છે.

એક તરફ સિંહોને બચાવવા માટે સરકાર કરોડોનો ખર્ચો કરી રહી છે. ત્યારે બીજી તરફ સિંહોના મુરુટયૂના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સિંહોના મૃત્યુને લઈ વિધાનસભામાં વન મંત્રી મુરુભાઈ બેરાએ ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે વર્ષ 2022-23માં ગીરમાં 100 સિંહોના મોત થયા હતા. જેમાં 20 નર, 21 માદા અને 59 બચ્ચાનો સમાવેશ થતો હતો. 89 સિંહો કુદરતી રીતે અને 11 અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા. આમ મૃત્યુ પામેલા સિંહોની સંખ્યા કુલ વસ્તીનો 15મો ભાગ છે.

ત્રણ વર્ષમાં 366 સિંહો મૃત્યુ પામ્યા
ગીર વિસ્તારમાં સિંહ વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે સિંહોની ગણતરી દર પાંચ વર્ષમાં એકવાર થાય છે અને બીજી વખત વર્ષ 2025માં થશે.વર્ષ 2020ની વસ્તી ગણતરી મુજબ ગીરમાં કુલ 674 સિંહો છે. જો કે રાજ્ય સરકારનું કહેવું છે કે છેલ્લા 2 વર્ષની સરખામણીમાં સિંહોના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2020-21માં કુલ 137 સિંહોના મોત થયા છે, જેમાં 14 અકુદરતી મૃત્યુનો સમાવેશ થાય છે. જ્યારે વર્ષ 2021-22માં કુલ 129 સિંહોના મોત થયા હતા. જેમાં 16 અકુદરતી મૃત્યુ થયા હતા. એટલે કે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય સરકારના ચોપડે  એપ્રિલ 2020 થી 31 જાન્યુઆરી 2023 સુધીમાં 366 સિંહોના મોત થયા છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: Surat: લેડી ડોન બનવાના અભરખા સાથે ભાવલી સડકો ઉપર મચાવતી હતી આતંક, પોલીસે કર્યા આવા હાલ

 આ રીતે થઈ રહ્યા છે આ કુદરતી મોત
સિંહોના અકુદરતી મૃત્યુનું મુખ્ય કારણ ખુલ્લા કૂવામાં પડવું, વાહનો કે ટ્રેનની અડફેટે આવવું છે.વીજ કરંટ થી મોત કે  ઇનફાઇટમાં મૃત્યુ પામવું છે વર્ષ 2018માં ગીરના જંગલોમાં એશિયાટિક સિંહોના મૃત્યુ પણ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) ને કારણે થયા હતા. આ વાયરસ કૂતરામાંથી અન્ય જંગલી પ્રાણીઓમાં ફેલાય છે અને તે અત્યંત જીવલેણ છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT