'ચહલ કેમ ગંભીર થઈને બેઠો છે?', પીએમ મોદી આવું બોલ્યા અને રોહિત-વિરાટ હસવાં લાગ્યા

ADVERTISEMENT

yujvendra chahal pm modi
યુજવેન્દ્ર ચહલ અને પીએમ મોદી
social share
google news

T20 World Cup 2024 : ટી20 વર્લ્ડ કપ 2024 જીતીને ભારતીય ટીમ ગુરુવારે સ્વદેશ પરત ફરી હતી. દેશ પરત ફર્યા બાદ ટીમે પીએમ મોદી સાથે વડાપ્રધાનના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. હવે વડાપ્રધાન મોદી અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વચ્ચેની વાતચીતનો વીડિયો સામે આવ્યો છે. આ દરમિયાન પૂર્વ કોચ રાહુલ દ્રવિડ, BCCI પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ પણ ત્યાં હાજર હતા.

વડાપ્રધાન મોદી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથેની વાતચીતમાં હળવા મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે યુજવેન્દ્ર ચહલ સાથે હળવી મજાક કરી હતી.

પીએમ મોદીએ યુઝવેન્દ્ર ચહલ પર કટાક્ષ કર્યો

પીએમ મોદીએ કહ્યું કે, 'તમે આ દેશને ઘણું બધું આપી શકો છો. તમે દેશને જીત અપાવી છે, પરંતુ તમે અમને આગળ પ્રેરિત કરી શકો છો. તમે દરેક નાની-નાની વાત પર દેશના લોકોને માર્ગદર્શન આપી શકો છો. હવે તમારી પાસે તમારી પોતાની સત્તા છે. આ નિવેદન બાદ પીએમ મોદીએ ગંભીર મુદ્રામાં બેઠેલા યુઝવેન્દ્ર ચહલ પર કટાક્ષ કર્યો હતો. તેણે કહ્યું કે, ચહલ કેમ ગંભીર બેઠો છે? મેં બરાબર પકડ્યું? તેના પર ચહલ કહે છે, ના સર. પીએમ મોદી આગળ કહે છે કે, 'વ્યક્તિ ભલે હરિયાણાનો હોય, તે દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે. તે દરેક વસ્તુમાં ખુશી શોધે છે. આમ કહીને પીએમ સહિત ત્યાં હાજર લોકો હસવા લાગ્યા.

ADVERTISEMENT

આ પણ વાંચો- 'તારી એ હિમ્મત કેમ થઈ કે તે કેપ્ટનને નચાવ્યો', કુલદિપ સાથે પીએમ મોદીએ કરી હળવી મજાક

પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને શું કહ્યું?

ટીમ ઈન્ડિયાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, અમારા માટે ખુશીની વાત છે કે તમે દેશને ઉત્સાહ અને ઉજવણીથી ભરી દીધો છે. તમે દેશવાસીઓની તમામ આશાઓ અને અપેક્ષાઓ જીતી લીધી છે. મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. સામાન્ય રીતે હું ઓફિસમાં મોડી રાત્રે કામ કરું છું. પરંતુ આ વખતે અમારી ટીમ ફાઈનલ રમી રહી હતી તેથી હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યો નહોતો. તમે લોકોએ શાનદાર ટીમ સ્પિરિટ બતાવી છે, તમારામાં પ્રતિભા અને ધૈર્ય દેખાતું હતું. મેં જોયું કે તમારી પાસે ધીરજ હતી અને તમે ઉતાવળમાં ન હતા. તમે લોકો આત્મવિશ્વાસથી ભરેલા દેખાતા હતા. મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.

ADVERTISEMENT

આ પણ વાંચો- પીએમ મોદીની સામે છલકાયું હાર્દિકનું દર્દ, કહ્યું- લોકોએ મને ખુબ ખરાબ સંભળાવ્યું, પણ... 

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT