'...તો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની શકે', યુવરાજસિંહે આપ્યો જીતનો 'ગુરુ મંત્ર'
ICC T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત થઈ ચૂકી છે. આ વખતે T20 વર્લ્ડ કપ વેસ્ટઇન્ડીઝ અને યૂએસએમાં રમાવા જઈ રહ્યો છે. T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પર સૌની નજર છે. ભારતીય ટીમનો ટાર્ગેટ બીજી વખત T20 વર્લ્ડકપ ચેમ્પિયન બનવા પર છે. ભારતે વર્ષ 2007માં પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી તરીકે ભારતે જીત મેળવી હતી.
ADVERTISEMENT
Yuvraj Singh On Team India : ICC T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત થઈ ચૂકી છે. આ વખતે T20 વર્લ્ડ કપ વેસ્ટઇન્ડીઝ અને યૂએસએમાં રમાવા જઈ રહ્યો છે. T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પર સૌની નજર છે. ભારતીય ટીમનો ટાર્ગેટ બીજી વખત T20 વર્લ્ડકપ ચેમ્પિયન બનવા પર છે. ભારતે વર્ષ 2007માં પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી તરીકે ભારતે જીત મેળવી હતી.
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બને તેવી યુવરાજને આશા
T20 વર્લ્ડ કપને લઈને ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ખુબ ઉત્સાહિત છે. પોતાની આક્રામક બેટિંગ માટે જાણિતા યુવરાજ સિંહનું માનવું છે કે ભારતીય ટીમમાં સ્કિલ અને આત્મવિશ્વાસની કોઈ કમી નથી. જો તેઓ T20 વર્લ્ડ કપમાં વિરોધી ટીમ પર ધ્યાન આપવાના બદલે પોતાની ક્ષમતાની સાથે રમશે તો તેઓ ICC ટ્રોફી જીતવાની લાંબા સમયની ઇચ્છા પૂર્ણ કરી શકે છે.
'...તો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની શકે'
યુવરાજ સિંહે કહ્યું કે, 'મારું માનવું છે કે, મોટી ટૂર્નામેન્ટ જીતવા માટે આપણી પાસે આત્મવિશ્વાસ છે. જો ખુદ પર ભારતીય ટીમ વિશ્વાસ રાખે અને પૂરી ક્ષમતા સાથે રમશે તો તે ચેમ્પિયન બની શકે છે.'
ADVERTISEMENT
'પોતાના મજબૂત પક્ષ પર ધ્યાન આપવું'
T20 વર્લ્ડ કપમાં ICCના એમ્બેસેડર યુવરાજ સિંહે કહ્યું કે, 'ભૂતકાળમાં અમે પોતાના મજબૂત પક્ષ પર ધ્યાન આપીને જીત મેળવી. આપણે તેના પર ધ્યાન ન આપવું જોઈએ કે વિપક્ષી ટીમ આપણને ક્યાં નુકસાન પહોંચાડી શકે છે. આપણે પોતાના મજબૂત પક્ષો પર ધ્યાન આપવું પડશે. આપણી પાસે ઘણા મેચ વિજેતા ખેલાડી છે.'
'મને આશા છે કે આ શાનદાર ટૂર્નામેન્ટ થશે'
તેમણે કહ્યું કે, ICC વર્લ્ડ કપની તૈયારી માટે આઈપીએલ સૌથી સારું પ્લેટફોર્મ છે અને મને આશા છે કે આ શાનદાર ટૂર્નામેન્ટ થશે. જો ભારત જીતે છે તો આ આપણા માટે શાનદાર ક્ષણ હશે. ભારતને ICC ટ્રોફી જીત્યાને ઘણો સમય થઈ ગયો છે. આશા છે કે આ વખતે આપણી ટીમ એ રાહ પૂર્ણ કરશે. ભારત અને કદાચ વેસ્ટઇન્ડીઝ કે પાકિસ્તાનમાંથી કોઈએ એક ટીમ ફાઈનલમાં જગ્યા બનાવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT