T10 મેચમાં યૂસુફ પઠાણનાં બેટમાંથી નિકળી આગ, 26 બોલમાં 80 રન બનાવ્યા
નવી દિલ્હી : ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યૂસુફ પઠાણનું બેટ આગ ઓકવા લાગ્યું હતું. ભારતીય ટીમના ઓલરાઉન્ડરનું બેટ ઝિમ્બાબ્વેમાં આગ ઓકવા લાગ્યું હતું. તેમના બેટે…
ADVERTISEMENT
નવી દિલ્હી : ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યૂસુફ પઠાણનું બેટ આગ ઓકવા લાગ્યું હતું. ભારતીય ટીમના ઓલરાઉન્ડરનું બેટ ઝિમ્બાબ્વેમાં આગ ઓકવા લાગ્યું હતું. તેમના બેટે એવી આગ ઓકી કે તમામ ખેલાડીઓ તેની સામે નતમસ્તક થઇ ગયા હતા. જિમ્બાબ્વેમાં રમાઇ રહેલી જિમ અફ્રો T10 લીગની એક મહત્વની મેચમાં પોતાની ટીમ જોબર્ગ બફલોઝ માટે માત્ર 26 બોલમાં 80 રન બનાવી દીધા હતા. જેના પગલે ટીમને ખુબ જ સરળતાથી ક્વોલિફાયર મેચમાં સરળતાથી જીત મળી ગઇ હતી.
ઝિમ્બાબ્વેમાં ચાલી રહી છે આ લીગ
ZIM AFRO T10 2023 ની પહેલી ક્વોલિફાયર મેચ હરાવવામાં ડબરન કલંદર્સ અને જોબર્ગ બફલોઝની વચ્ચે રમાઇ હતી. આ મેચ રોમાંચક હતી, કારણ કે એક સમયે જ્યારે જોબર્ગ ટીમ મુશ્કેલીમાં હતી. જો કે યૂસુફ પઠાણે છઠ્ઠા ગેરમાં બેટિંગ કર્યું અને ટીમને સરળતાથી જીત અપાવી હતી. તેમણે અંતિમ 6 બોલમાં 3 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા. બીજી તરફ 20 બોલમાં તેમણે અર્ધશતકપુર્ણ કરી હતી.
યૂસુફ પઠાણે 9 છગ્ગા અને 5 ચોક્કા ફટકાર્યા
આ મેચમાં યૂસુફ પઠાણે 5 ચોક્કા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. આ અગાઉ પણ તેઓ બે મેચમાં તોફાની બેટિંગ કરી ચુક્યા છે. એક મેચમાં 21 બોલમાં 36 રન રન બનાવ્યા હતા. જ્યારે એક મેચમાં 16 બોલમાં 32 રનની રમત રમી હતી. તેમના નાના ભાઇ ઇરફાન પટાણ પણ આ લીગમાં રમાઇ રહેલી છે અને તેમણે કેટલીક સારી રમત રમી હતી. બીજી તરફ આ મેચની વાત કરીએ તો તેમણે પોતાની ટીમને ફાઇનલમાં પહોંચવાનું કામ કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT