Big Breaking: Vinesh Phogat પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરાઈ, ભારતનું ગોલ્ડ જીતવાનું સપનું તૂટ્યું
Vinesh Phogat: પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીમાં ફાઈનલમાં પહોંચેલી વિનેશ ફોગાટનું દેશ માટે ગોલ્ડ જીતવાનું સપનું તૂટી ગયું છે. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી, આમ ભારતના ઓલિમ્પિક અભિયાનને મોટો ફટકો પડ્યો છે.
ADVERTISEMENT
Vinesh Phogat: પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીમાં ફાઈનલમાં પહોંચેલી વિનેશ ફોગાટનું દેશ માટે ગોલ્ડ જીતવાનું સપનું તૂટી ગયું છે. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી, આમ ભારતના ઓલિમ્પિક અભિયાનને મોટો ફટકો પડ્યો છે.
આખી રાત વજન ઉતારવા મહેનત કરી
સૂત્રોએ આજે જણાવ્યું કે તેનું વજન 50 કિલો સાથે મેળ ખાતું નથી. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ કહ્યું કે તે ખેદજનક છે કે ભારતીય દળ વિનેશ ફોગાટને મહિલા કુસ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય ઠેરવવાના સમાચાર શેર કરે છે. આખી રાત ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. ટીમ આ સમયે વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે. તે આગળની સ્પર્ધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગશે.
નિયમ કરતા કેટલું વજન વધારે હતું?
રિપોર્ટ્સ મુજબ, આજે સવારે વિનેશ ફોગાટનું વજન 50 કિલોની લિમિટથી 100 ગ્રામ જેટલું વધારે આવ્યું હતું. સ્પર્ધાના નિયમો મુજબ, વિનેશ ફોગાટ હવે સિલ્વર મેડલ માટે પણ લાયક નહીં ઠરે. 50 કિલોગ્રામની કેટેગરીમાં માત્ર ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ વિજેતા જ હશે.
ADVERTISEMENT
વજન ઉતારવા આખી રાત જાગીને મહેનત કરી
મીડિયા રિપોર્ટ્સ મુજબ, મંગળવારે રાત્રે વિનેશ ફોગાટનું વજન 50 કિલોની લિમિટથી 2 કિલો વધારે હતું. જોકે તેણે આખી રાત ઊંઘ્યા વગર જોગિંગ, સ્કીપિંગ અને સાયક્લિંગ સહિત વજન ઉતારવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કર્યા. જોકે આજે સવારે વજન ચેક કરતા તે 50 કિલોથી 100 ગ્રામ વધારે આવ્યું હતું.
ADVERTISEMENT