World Cup 2023: ભારત સેમીફાઈનલમાં કોની સામે ટકરાશે? જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ
Team India Semi-Final Schedule: વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા તો પહેલાથી જ ફાઈનલ-4ની ટિકિટ કન્ફર્મ કરી ચૂકી હતી, પરંતુ હવે સેમીફાઈનલમાં કોની સામે તેનો સામનો…
ADVERTISEMENT
Team India Semi-Final Schedule: વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા તો પહેલાથી જ ફાઈનલ-4ની ટિકિટ કન્ફર્મ કરી ચૂકી હતી, પરંતુ હવે સેમીફાઈનલમાં કોની સામે તેનો સામનો થવાનો છે તે પણ લગભગ નક્કી થઈ ગયું છે. આ ટીમ ન્યૂઝીલેન્ડ છે. ગુરુવારે (9 નવેમ્બર) રાત્રે ન્યૂઝીલેન્ડે શ્રીલંકા પર મોટી જીત નોંધાવીને સેમીફાઇનલના છેલ્લા સ્પોટ પર કબજો જમાવી લીધો. હવે એ અશક્ય છે કે કિવી ટીમનું આ સ્પોટ કોઈ છીનવી શકે.
ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઈનલ રમશે ઈન્ડિયા!
વાસ્તવમાં સેમીફાઈનલમાં છેલ્લા સ્થાન માટે ન્યૂઝીલેન્ડની સાથે-સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ રેસમાં હતા, પરંતુ ન્યૂઝીલેન્ડ આમાં ઘણું આગળ નીકળી ગયું. હવે પાકિસ્તાન જો 287 રન અને અફઘાનિસ્તાન જો 438 રનથી પોત-પોતાની છેલ્લી મેચ જીતે છે, તો તેઓ ન્યુઝીલેન્ડને હરાવીને સેમીફાઈનલની દાવેદારી કરી શકે છે. જોકે આની સંભાવના નહિવત્ છે. એટલે તે સ્પષ્ટ છે કે ટીમ ઈન્ડિયા હવે તેની સેમીફાઇનલ મેચ ન્યૂઝીલેન્ડ સામે જ રમશે.
ક્યારે અને ક્યાં રમાશે મેચ?
જો ન્યૂઝીલેન્ડની જગ્યાએ પાકિસ્તાનની ટીમ લાસ્ટ-4માં પહોંચી ગઈ હોત તો ભારત-પાકિસ્તાનની આ સેમીફાઈનલ 16મી નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાત. પરંતુ હવે પાકિસ્તાન આ રેસમાંથી લગભગ બહાર છે તો એવામાં ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે સેમીફાઈનલ રમાશે.
ADVERTISEMENT
વાનખેડેમાં ભારત અને ન્યૂઝીલેન્ડનો કેવો છે રેકોર્ડ ?
વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સરેરાશ રહ્યો છે. અહીં ટીમ ઈન્ડિયાએ 21 મેચ રમી છે, જેમાં તેને 12માં જીત અને 9માં હાર મળી છે. બીજી તરફ વાનખેડે ખાતે ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ અત્યાર સુધી સારો રહ્યો છે. કિવી ટીમ આ મેદાન પર ત્રણ મેચ રમી ચૂકી છે. જેમાંથી તેણે બે મેચ જીતી છે અને એક હારી છે.
ADVERTISEMENT