World Cup 2023: BCCI વેચશે 4 લાખ ટિકિટ, આ દિવસે ખરીદીની છે તક
World Cup 2023: જો તમે ક્રિકેટના ચાહક છો અને આવનારા World Cup ની ટિકિટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. બીસીસીઆઈ…
ADVERTISEMENT
World Cup 2023: જો તમે ક્રિકેટના ચાહક છો અને આવનારા World Cup ની ટિકિટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. બીસીસીઆઈ આવનારા World Cupના આગામી ફેઝ માટે અંદાજીત 4 લાખ ટિકિટ્સ વેચવાનું છે અને દર્શકો તેને Online Tickets બુક કરી શકે છે. બીસીસીઆઈએ એક પ્રેસ રિલીઝ દરમિયાન આ વાત કરી છે. તેમાં તે કહે છે કે World Cup ની ટિકિટની ઘણી ડિમાન્ડ છે તે પછી અમે અંદાજે વધુ 4 લાખ ટિકિટ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.
કઈ તારીખે શરૂ થશે ઓનલાઈન બુકિંગ?
બીસીસીઆઈ કહે છે કે, અમે સ્ટેક એસોશિએશન અને સંબંધિત લોકો સાથેની ચર્ચા બાદ ટિકિટની સંખ્યા વધારવાનું નક્કી કર્યું છે. આ કારણે આગામી ફેઝમાં અમે અંદાજે 4 લાખ Online Tickets નું વેચાણ કરવાના છીએ. સાથે જ આગળ બીસીસીઆઈ કહે છે કે, અમારા પ્રયત્ન છે કે World Cup ની મેચ જોવા વધુથી વધુ ક્રિકેટ ફેંસ મેદાન સુધી પહોંચે. તે કારણે અમે આ નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે Online Tickets ની બુકિંગ 8મી સપ્ટેમ્બરે શરૂ થશે.
Exclusive: PM મોદીને ભગવાન માની સુરતના વ્યક્તિએ હાથ પર નરેન્દ્ર મોદીની તસવીરનું ટૈટૂ કરાવ્યું
Online Tickets બુકિંગ માટે આ રહી વેબસાઈટ
આપ હવે તારીખ વાંચીને અત્યંત એક્સાઈટ થઈ ગયા હશો કારણ કે તારીખ 8 સપ્ટેમ્બર છે અને હવે આ દિવસ દૂર પણ નથી. આવતીકાલે આ બુકિંગ શરૂ થઈ રહી છે. જેના માટે આપ https://tickets.cricketworldcup.com પરથી ટિકિટ બુક કરી શકશો. આ ટિકિટનું બુકિંગ 8 સપ્ટેમ્બરની રાત્રે 8 વાગ્યાથી ઉપલબ્ધ થશે. આ બીજા ફેઝનું બુકિંગ હશે તે પછી ત્રીજા ફેઝની ટિકિટ બુકિંગ થાય છે તો જલ્દી જ નોટિફાય કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થઈ રહી છે. ભારતીય ટીમ પોતાની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમાવાની છે. ત્યાં જ ટૂર્નામેંટની ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના સ્ટેડિયમમાં થવાની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT