World Cup 2023: દિલ્હી-મુંબઈમાં શ્વાસ લેવું મુશ્કેલ બન્યું, સ્ટેડિયમમાં આતિશબાજી કરવા પર BCCIનો મોટો નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

World Cup 2023: બોમ્બે હાઈકોર્ટે મુંબઈના બગડતા એર ક્વોલિટી ઈન્ડેક્સ (Air Quality Index) પર ધ્યાન આપીને સ્વતઃ સંજ્ઞાન લીધી છે. આ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જાહેરાત કરી છે કે મુંબઈ અને દિલ્હીમાં વર્લ્ડ કપની મેચો દરમિયાન કોઈ ફટાકડા ફોડવામાં નહીં આવે, કારણે તેનાથી પ્રદૂષણનું સ્તર વધી શકે છે. આપને જણાવી દઈએ કે, આવતીકાલે એટલે કે ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાવાની છે. તો આગામી સોમવારે બાંગ્લાદેશ અને શ્રીલંકા દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સામ સામે ટકરાશે. સાથે જ વાનખેડે સ્ટેડિયમમાં સેમીફાઇનલ મેચ પણ રમાવાની છે.

…ફટાકડાથી વધી શકે છે પ્રદૂષણનું સ્તરઃ જય શાહ

BCCI સેક્રેટરી જય શાહે મીડિયાને જણાવ્યું છે કે, મેં ઔપચારિક રીતે આ મામલો ICC સમક્ષ ઉઠાવ્યો છે. મુંબઈ અને દિલ્હીમાં કોઈ ફટાકડા ફોડવામાં નહીં આવે, કારણ કે ફટાકડાના ધૂમાડાથી પ્રદૂષણનું સ્તર વધી શકે છે.તેમણે જણાવ્યું કે, ભારતીય બોર્ડ પર્યાવરણ સંબંધિત ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે,” BCCI મુંબઈ અને નવી દિલ્હી બંને શહેરોમાં એર ક્વોલિટીને લઈને ચિંતાને સમજે છે. અમે વર્લ્ડ કપની મેજબાની ઉત્સવની જેમ કરી રહ્યા છે. આ વચ્ચે અમે અમારા તમામ હિતધારકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપવાની અમારી પ્રતિબદ્ધતા પર પણ અડગ છીએ.”

મુંબઈ અને દિલ્હીમાં હવાની ગુણવત્તા

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના આંકડા અનુસાર, મંગળવારે મુંબઈમાં AQI ‘મોડરેટ’ 172 હતો. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સનો AQI 260 ખતરનાક સ્તરે હતો. દિલ્હીમાં આ ઓક્ટોબરમાં હવાની ગુણવત્તા 2020 પછી સૌથી ખરાબ રહી છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, મુંબઈ અને દિલ્હીમાં મેચો દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવીને BCCIએ એક કડક મેસેજ આપ્યો છે. તેમણે કહ્યું કે, ”આ નિર્ણય જાહેર હિતમાં લેવામાં આવ્યો છે, જે લોકોની વચ્ચે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારશે. આ એક ઉદાહરણ રજૂ કરવાનો અને સમાજમાં પરિવર્તન લાવવાની એક રીત છે.”

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT