World Cup 2023: 6 IPL કેપ્ટન ઉતરશે આ વર્લ્ડકપમાં મેદાને… જાણો કોણ કેટલા ખિતાબ જીતી ચુક્યું છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

IPL Captain in ICC World Cup 2023: ભારતમાં આ વર્ષે યોજાનાર ODI World Cup 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે ફાઈનલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદ (Ahmedabad)માં રમાશે. World Cupમાં કુલ 10 ટીમો ભાગ લેશે જેમાંથી ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાએ પોતાની ટીમ જાહેર કરી દીધી છે.

આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) World Cupમાં પણ પ્રભુત્વ જમાવશે. IPLના કુલ 6 કેપ્ટન World Cupમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તેમાંથી માત્ર એક જ કેપ્ટન તરીકે રમતા જોવા મળશે. આ છે રોહિત શર્મા, જે ભારતીય ટીમનો કેપ્ટન છે. જ્યારે IPLમાં રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમનું નેતૃત્વ કરે છે. તેની કેપ્ટનશીપમાં મુંબઈએ 5 વખત ખિતાબ જીત્યો છે. IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વખત ખિતાબ પણ જીતાડ્યો છે.

આ ત્રણ ભારતીય IPL કેપ્ટનનો સમાવેશ

ભારતીયોમાં રોહિત શર્મા ઉપરાંત હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ પણ World Cup ટીમમાં સામેલ છે. આ ત્રણેય IPLમાં પણ કેપ્ટન છે. હાર્દિકે તેની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સને એક વખત ટાઇટલ જીતાડ્યું છે. જ્યારે શ્રેયસ અય્યરે કોલકાતા નાઈટ રાઈડર્સની કમાન સંભાળી છે. જોકે શ્રેયસ ઈજાના કારણે છેલ્લી 2023 સિઝનમાં રમ્યો ન હતો. તેમની જગ્યાએ નીતિશ રાણાએ કમાન સંભાળી.

ADVERTISEMENT

ડાંગ જિલ્લામાં ભારે વરસાદઃ સાપુતારા 104 mm, જુઓ Videos

IPLના કેપ્ટન માર્કરામ-વોર્નર પણ World Cup રમશે

જ્યારે કેએલ રાહુલ IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ સિવાય સાઉથ આફ્રિકાના એડન માર્કરામ અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર પણ આ World Cupમાં રમતા જોવા મળશે. IPLમાં માર્કરામ સનરાઈઝર્સ હૈદરાબાદની કમાન સંભાળી રહ્યા છે. તેને છેલ્લી 2023 સિઝનમાં નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

જ્યારે ડેવિડ વોર્નરે ગત સિઝનમાં નિયમિત કેપ્ટન રિષભ પંતની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સનું સુકાન સંભાળ્યું હતું. વોર્નરે આ પહેલા 2016માં હૈદરાબાદની ટીમને પોતાની કપ્તાનીમાં ખિતાબ જીતાડ્યો હતો. આ રીતે, કુલ 6 કેપ્ટનમાંથી, ફક્ત રોહિત, પંડ્યા અને વોર્નર જ એવા છે જેમણે તેમની કેપ્ટનશિપ હેઠળ ટીમને IPL ખિતાબ જીતાડ્યો છે.

ADVERTISEMENT

IPL ટીમો અને તેમના કેપ્ટન

મુંબઈ ઈન્ડિયન્સ – રોહિત શર્મા
ચેન્નાઈ સુપર કિંગ્સ – મહેન્દ્ર સિંહ ધોની
કોલકાતા નાઈટ રાઈડર્સ – શ્રેયસ અય્યર (2023 સીઝન રમ્યો ન હતો)
ગુજરાત ટાઇટન્સ – હાર્દિક પંડ્યા
લખનૌ સુપર જાયન્ટ્સ – કેએલ રાહુલ
સનરાઇઝર્સ હૈદરાબાદ – એઇડન માર્કરામ
દિલ્હી કેપિટલ્સ – ડેવિડ વોર્નર (ઋષભ પંતની ગેરહાજરીમાં કેપ્ટનશીપ સંભાળી)
પંજાબ કિંગ્સ – શિખર ધવન
રાજસ્થાન રોયલ્સ – સંજુ સેમસન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – ફાફ ડુ પ્લેસિસ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT