World Cup 2023: જો આવું થયું તો ભારત-ઓસ્ટ્રેલિયા બંને બની શકે છે ચેમ્પિયન, જાણો રસપ્રદ સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news
ભારતની મેજબાનીમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2023  તેના અંતિમ રાઉન્ડમાં પહોંચી ચૂક્યો છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રોલિયાની વચ્ચે 19 નવેમ્બર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ ત્રીજી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા પણ છઠ્ઠી વખત ટાઈટલ જીતવા માટે જોર લગાવી દેશે.

વરસાદની શક્યતા નહીંવત

આ ફાઈનલ મેચ દરમિયાન અમદાવાદમાં વરસાદની શક્યતા નહીંવત છે, જે ક્રિકેટ ફેન્સ માટે સારી વાત છે. જોકે, હવામાનની પેટર્ન ક્યારે બદલાય તે કહી શકાય નહીં. આવી સ્થિતિમાં ફેન્સ એ પણ જાણવા માટે ઉત્સુક છે કે જો વરસાદ પડે અને ફાઈનલ મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય તો શું થશે?

ICC ફાઈનલ મેચ માટે રાખ્યો છે રિઝર્વ ડે

તમને જણાવી દઈએ કે, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. આવી સ્થિતિમાં જો ફાઈનલ મેચ દરમિયાન વરસાદ પડે છે અને મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય છે, તો આ સ્થિતિમાં મેચ બીજા દિવસે એટલે કે રિઝર્વ ડે પર પૂર્ણ થશે. હવે ફેન્સના મનમાં એ સવાલ હશે કે જો રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડે છે અને મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય તો શું થશે?
આવી સ્થિતિમાં ભારત-ઓસ્ટ્રેલિયા બંને બનેશે ચેમ્પિયન
આ અંગે પણ ICCએ સ્પષ્ટ માહિતી આપી છે. તેમના મતે જો રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડે છે અને મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય છે, તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. વર્ષ 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ  મેચમાં આવું જોવા મળ્યું હતું, જ્યારે ભારત અને શ્રીલંકા સંયુક્ત વિજેતા બન્યા હતા. જોકે, ક્રિકેટ વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં આજ સુધી કોઈ ફાઈનલ મેચ રિઝર્વ ડે પર રમાઈ નથી અને વિજેતા ટીમનો નિર્ણય નિર્ધારિત દિવસે જ થઈ ગયો હતો.

ક્યારે લાગુ થઈ શકે છે રિઝર્વ ડે?

અમ્પાયર એ જ દિવસે ફાઈનલ મેચ પૂર્ણ કરવા માટે શક્ય તેટલો પ્રયાસ કરશે. આ માટે મેચ ઓછામાં ઓછી 20 ઓવરની કરી શકાય છે. જો તેટલી ઓવર પણ રમી શકાતી નથી, તો અમ્પાયર રિઝર્વ ડે પર મેચ યોજવાનું નક્કી કરી શકે છે. રિઝર્વ ડેમાં પણ ઓછામાં ઓછી 20-20 ઓવર રમવી જરૂરી છે. જો વરસાદના કારણે તે દિવસે પણ મેચને યોજવી શક્ય ન બને તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

ફાઈનલ મેચ ટાઈ થશે તો શું થશે?

જણાવી દઈએ કે, જો વર્લ્ડ કપની ફાઈનલ મેચ ટાઈ થાય છે, તો તેમાં સુપર ઓવર કરવામાં આવશે. જો સુપર ઓવર પણ ટાઈ થાય છે, તો તે સ્થિતિમાં ફરીથી સુપર ઓવર રમાશે. જ્યાં સુધી એક ટીમ જીતે નહીં ત્યાં સુધી આ સુપર ઓવર ચાલુ રહેશે. આ રીતે જો આ વખતે ફાઈનલ મેચ ટાઈ થશે તો ચાહકોને બમણો રોમાંચ જોવા મળશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT