World Cup 2023ની સેમિફાઈન-ફાઈનલ મેચની ટિકિટ ખરીદવાની આજે છેલ્લો ચાન્સ, જાણો કેટલા વાગ્યે છે સેલિંગ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ICC World Cup 2023: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ગુરુવારે નોકઆઉટ મેચોની ટિકિટો જાહેર કરશે. બીસીસીઆઈએ (BCCI) સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી છે કે સેમી ફાઈનલ અને ફાઈનલ (World Cup Final) મેચની ટિકિટનું વેચાણ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે અને બીજી સેમિફાઇનલ 16 નવેમ્બરે રમાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઈએ માહિતી આપી હતી કે ટિકિટનું વેચાણ સત્તાવાર વેબસાઈટ પર 9 નવેમ્બરે રાત્રે 8 વાગ્યે શરૂ થશે.

ક્યાંથી ખરીદી શકાશે વર્લ્ડકપની ટિકિટ?

તમને જણાવી દઈએ કે ચાહકો માટે નોકઆઉટ મેચની ટિકિટ ખરીદવાની આ છેલ્લી તક હશે. જો તમે પણ સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચની ટિકિટ ખરીદવા માંગતા હો, તો તમે તેને https://tickets.cricketworldcup.com વેબસાઇટ પરથી ખરીદી શકો છો. ટિકિટ ખરીદવા માટે આ સત્તાવાર વેબસાઇટ છે.

ADVERTISEMENT

ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચી

તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલ માટે ત્રણ ટીમો નક્કી થઈ ગઈ છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને સેમીફાઈનલમાં પહોંચી હતી. સૌથી મોટી વાત એ છે કે ભારત વર્તમાન ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી અને તેણે રવિવારે નેધરલેન્ડ સામે તેની છેલ્લી લીગ મેચ રમવાની છે.

ચોથા સ્થાન માટે આજે બે ટીમો મેદાનમાં

આ સાથે જ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ પણ અંતિમ-4માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. સાઉથ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ મેક્સવેલની જાદુઈ ઈનિંગ્સના કારણે સેમિફાઈનલમાં પહોંચી હતી. સેમીફાઈનલમાં પહોંચવા માટે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રેસ ચાલી રહી છે. વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં ચોથા સ્થાને કઈ ટીમ પોતાનું સ્થાન સુરક્ષિત કરશે તે જોવું રસપ્રદ રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT