WC 2023 Final: IND vs AUS મેચમાં બન્યો ફરી 2019ની ફાઈનલ જેવો સંયોગ, શું મેચનું પરિણામ પણ એવું આવશે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs AUS world Cup Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 240 રન બનાવ્યા છે અને 241 રનનો ટાર્ગેટ આપ્યો છે. આજની ફાઈનલ મેચમાં પણ અગાઉની વર્લ્ડકપ ફાઈનલ જેવા સંયોગ બની રહ્યા છે. આવો આ ખાસ સંયોગો પર એક નજર કરીએ.

2019ની ફાઈનલમાં શું સંયોગ બન્યો હતો?

2019ના વર્લ્ડકપની ફાઈનલ મેચની વાત કરીએ તો આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 241 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડની ટીમને માટે 242 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચ ટાઈ થઈ હતી અને બાદમાં સુપર ઓવરમાં પણ ટાઈ થઈ. પરિણામે મેચમાં સૌથી વધુ બાઉન્ડ્રી મારનારી ઈંગ્લેન્ડની ટીમ વિજેતા બની હતી. આજની મેચમાં પણ આવો જ સંયોગ થયો છે, ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 240 રન બનાવ્યા છે, અને જીત માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે આજની મેચમાં બંને ટીમનો સ્કોર ડ્રો થયા બાદ સુપર ઓવર થાય છે કે પછી બંનેમાંથી કોઈ એક ટીમ બાજી મારશે.

ADVERTISEMENT

ટોસ હારનારી ટીમ 8 વખત વિશ્વ વિજેતા બની

છેલ્લા 12 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં ટોસ જીતનારી ટીમ ચાર વખત ચેમ્પિયન બની છે. આઠ વખત ટોસ હારેલી ટીમ જીતી હતી. 1987માં ઓસ્ટ્રેલિયા, 1992માં પાકિસ્તાન, 1996માં શ્રીલંકા અને 2007માં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. તે જ સમયે, વર્લ્ડ કપ ફાઇનલમાં ટોસ હાર્યા પછી, 1975 અને 1979માં વેસ્ટ ઈન્ડિઝ, 1983માં ભારત, 1999 અને 2003માં ઓસ્ટ્રેલિયા, 2011માં ભારત, 2015માં ઓસ્ટ્રેલિયા અને 2019માં ઈંગ્લેન્ડે ફાઈનલ જીતી છે. ભારતીય ટીમે બે વખત ટોસ હાર્યા બાદ વર્લ્ડકપની ફાઈનલ મેચ જીતી છે.

ICCના ફોટોશૂટમાં ડાબૂ બાજુએ ઊભેલો કેપ્ટન જીત્યો

જ્યારે પણ વર્લ્ડ કપ (ઓડી વર્લ્ડ કપ 2023) પહેલા ટ્રોફી સાથે બે કેપ્ટનનો ફોટો હોય છે, ત્યારે છેલ્લા ઘણા વર્લ્ડ કપમાં માત્ર ડાબી બાજુએ ઉભેલી કેપ્ટનની ટીમ જ જીતી છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલી આ તસવીરમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ ડાબી બાજુએ ઉભો જોવા મળી રહ્યો છે, જેને જોઈને ચાહકોને આશા છે કે ભારતીય ટીમ આ વખતે વર્લ્ડ કપ 2023માં ચેમ્પિયન બનવા જઈ રહી છે. આવો અમે તમને કેટલીક એવી જ જૂની તસવીરો બતાવીએ. જોકે ICC વર્લ્ડ કપ 2023 ટૂર્નામેન્ટમાં ભારત અત્યાર સુધી અજેય રહ્યું છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા પ્રથમ બે મેચ હારી ગયું છે. આ દિવસોમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં પોતાના પ્રદર્શન માટે જાણીતી છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT