Vinesh Phogat ને સિલ્વર મેડલ મળશે કે નહીં? આજે રાત્રે આટલા વાગ્યે થશે 'કિસ્મતનો ફેસલો'

ADVERTISEMENT

Vinesh Phogat Medal Case
શું વિનેશ ફોગાટને મળશે સિલ્વર મેડલ?
social share
google news

Vinesh Phogat Medal Case Updates: Paris Olympics 2024 માં કુસ્તીની 50 કિલોગ્રામ વર્ગની ફાઈનલ મેચ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવેલ ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટની અપીલ પર આજે રાતે જ નિર્ણય આવી શકે છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)ના એડ હોક વિભાગના અધ્યક્ષે પેનલને આપેલી સમયમર્યાદા લંબાવી છે. હવે પેનલની પાસે વિચાર-વિમર્શ કરવા માટે 10 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યા (સ્થાનિક સમય) સુધીનો સમય છે. ભારતીય સમય અનુસાર આ સમય રાત્રે 9:30 વાગ્યા સુધીનો હશે. એવું માનવામાં આવે છે કે વિનેશ ફોગાટના કેસ પર નિર્ણય ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યા સુધીમાં જાહેર થઈ શકે છે.

પેનલને આપવામાં આવ્યો છે સમય

CAS (કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ)માં સામાન્ય રીતે એડહોક પેનલને તેનો નિર્ણય સંભળાવવા માટે 24 કલાકનો સમય આપવામાં આવે છે. પરંતુ, વિનેશ ફોગાટના કેસમાં વિલંબ થશે. સીએએસ એડ હોક ડિવિઝનના અધ્યક્ષે પેનલને નિર્ણય આપવા માટે સમયમર્યાદા 24 કલાકથી વધારીને થોડા સમય માટે વધારી છે. આ મુજબ હવે પેનલ ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યા સુધીમાં પોતાનો નિર્ણય આપી શકે છે.

3 કલાકથી વધુ સમય સુધી સુનાવણી ચાલી

કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં શુક્રવારે સાંજે વિનેશ ફોગાટની અપીલ પર લગભગ 3 કલાક કરતા વધુ સમય સુધી સુનાવણી ચાલી. આ દરમિયાન વિનેશ ફોગાટ પણ વર્ચ્યુઅલ રીતે હાજર રહ્યા હતા. તેમણે કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. વિનેશ ફોગાટે સિલ્વર મેડલ તેમને આપવા માટે અપીલ કરી છે.

ADVERTISEMENT

વિનેશ ફોગાટે રાખ્યો હતો પોતાનો પક્ષ

વિનેશ ફોગાટ વતી તેમના ડિસ્ક્વોલિફિકેશન સામે કોર્ટમાં ઘણી દલીલો રજૂ કરવામાં આવી હતી. વિનેશ ફોગાટના વકીલ હરીશ સાલ્વે અને વિદુષ્પત સિંઘાનિયાએ આ દલીલો રજૂ કરી હતી. આ સુનાવણીની અધ્યક્ષતા ઓસ્ટ્રેલિયાના ડૉ. એનાબેલ બેનેટ દ્વારા કરવામાં આવી હતી. આ મામલે તેમની અધ્યક્ષતામાં નિર્ણય સંભળાવવામાં આવશે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT