ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં બીમાર શુભમન ગિલ રમશે કે નહીં? રોહિત શર્માએ આપી મોટી અપડેટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ICC World Cup 2023: ટીમ ઈન્ડિયા ICC World Cup 2023માં તેના અભિયાનની શરૂઆત રવિવાર, 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા (IND vs AUS) સામેની મેચથી કરશે. આ પહેલા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું માનવામાં આવે છે કે ગિલ ડેન્ગ્યુથી પીડિત છે. જેના કારણે તે ઓસ્ટ્રેલિયા અને પછી અફઘાનિસ્તાન સામેની મેચમાંથી બહાર રહી શકે છે. પરંતુ રોહિત શર્માએ હવે ગિલની રમતને લઈને મોટું અપડેટ આપ્યું છે.

શુભમન ગિલ બીમાર છે

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, તમામ ખેલાડીઓ અને ટીમનું વાતાવરણ ઘણું સારું છે. અમે ટૂર્નામેન્ટ શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. ટીમમાં દરેક વ્યક્તિ ફિટ છે અને માન્યુ કે શુભમન ગિલ બીમાર છે પરંતુ તેને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાંથી હજુ સુધી બહાર કરવામાં આવ્યો નથી. જો કે રિપોર્ટ્સ અનુસાર ગિલનું રમવું ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે. આ રીતે જો ગિલ નહીં રમે તો ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરતા જોવા મળી શકે છે.

ભૂતકાળ વાંધો નથી

વર્લ્ડ કપ 2023 વિશે રોહિતે આગળ કહ્યું કે અમે ભૂતકાળમાં શું કર્યું છે. તેનાથી કોઈ ફરક નથી પડતો. અમારા માટે અમારી શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું, અહીંની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે પિચો થોડી મુશ્કેલ હોઈ શકે છે. તેથી રમત દરમિયાન ઘણી બાબતો મહત્વપૂર્ણ છે. અમે માર્ચમાં ઓસ્ટ્રેલિયા સાથે રમ્યા હતા અને તે મેચમાં અમે પાછળ રહી ગયા હતા. પણ હવે અમે જાણીએ છીએ કે અમારાથી ક્યાં ચૂક રહી ગઈ.

ADVERTISEMENT

બેટિંગમાં અનુભવ ઉપયોગી થશે

ભારતીય પરિસ્થિતિઓ અંગે રોહિત શર્માએ કહ્યું કે, અમારી ટીમમાં જે પણ સાતથી આઠ બેટ્સમેન હાજર છે. તેઓ બધા રમતમાં વિવિધ શૈલીની ગેમ લઈને આવે છે. એટલા માટે હું ઇચ્છું છું કે ખેલાડીઓ બહુમુખી હોય કારણ કે તમારે આ સ્થિતિમાં રમવા માટે ઘણો અનુભવ હોવો જોઈએ. હું મારા ખેલાડીઓને સ્વતંત્રતા આપવા માંગુ છું અને દરેકને ટીમનું સંપૂર્ણ સમર્થન છે.

    follow whatsapp

    ADVERTISEMENT