SA vs WI: સાઉથ આફ્રિકાનો ફરી T20 World Cupની ફાઈનલ જેવો ધબડકો, વેસ્ટ ઈન્ડિઝે સર્જ્યો મોટો ઉલટફેર

Gujarat Tak

ADVERTISEMENT

SA vs WI
SA vs WI
social share
google news

SA vs WI T20 Cricket Series: વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 3 મેચની T20 ક્રિકેટ શ્રેણીની બીજી મેચ જીતી લીધી છે. આ પહેલા ટીમે પ્રથમ મેચમાં પણ દક્ષિણ આફ્રિકાને કારમી હાર આપી હતી. વેસ્ટ ઈન્ડિઝે બીજી ટી20 મેચ જીતીને સીરીઝ પર પણ કબજો કરી લીધી છે. દક્ષિણ આફ્રિકાની ટીમ આ મેચ માત્ર 35 બોલમાં હારી ગઈ હતી. બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. ટીમ માટે શે હોપે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. તેણે માત્ર 22 બોલ રમ્યા. આ સિવાય કેપ્ટન રોવમેન પોવેલે 22 બોલમાં 3 સિક્સરની મદદથી 35 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શરફાન રધરફોર્ડે 18 બોલમાં 2 છગ્ગાની મદદથી 29 રન બનાવ્યા હતા.

માત્ર 35 બોલમાં ગેમ 

વેસ્ટ ઈન્ડિઝે આપેલા 180 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને 13.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા. અહીંથી ટીમને મેચ જીતવા માટે 37 બોલમાં 50 રનની જરૂર હતી. આ દરમિયાન, મેચનું ભાગ્ય સંપૂર્ણ રીતે બદલાવા લાગ્યું. દક્ષિણ આફ્રિકાએ આગળની 6 વિકેટ માત્ર 35 બોલમાં ગુમાવી દીધી હતી અને આ દરમિયાન ટીમ માત્ર 20 રન બનાવી શકી હતી. દક્ષિણ આફ્રિકાની આખી ટીમ 19.4 ઓવરમાં 149 રનના સ્કોર સાથે પેવેલિયન પરત ફરી હતી અને વેસ્ટ ઈન્ડિઝે આ મેચ 30 રને જીતી લીધી હતી.

પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું?

મેચમાં 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લેનાર રોમારીયો શેફર્ડને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. રોમારીયો શેફર્ડે IPL-2024માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે દિલ્હી કેપિટલ્સના બોલર એનરિક નોરખિયાની એક ઓવરમાં 32 રન આપ્યા હતા. IPL-2024ની આ સૌથી મોંઘી ઓવર હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT