વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી કેમ થયા ડિસ્ક્વોલિફાય? જાણો કુસ્તીમાં વજનને લઈને શું છે નિયમ

ADVERTISEMENT

 Vinesh Phogat Disqualified
જાણો શું છે ઓલિમ્પિકનો નિયમ
social share
google news

Vinesh Phogat Disqualified: ભારતીય પહેલવાન વિનેશ ફોગાટને ઓલિમ્પિક સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવી છે. આ કારણે તે ફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે. આ અંગેની માહિતી ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા જાહેર કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર,  તેનું વજન 50 કિલો સાથે મેળ ખાતું નથી. વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત કરતા લગભગ 100 ગ્રામ વધુ હતું, જેના કારણે તેને સ્પર્ધામાંથી બહાર થવું પડ્યું છે. 

ભારતીય ઓલિમ્પિક સંઘે શું કહ્યું?

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને વધુ વજન હોવાને કારણે મહિલા કુસ્તી 50 કિગ્રામાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી, એમ ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) એ જણાવ્યું છે. IOAએ કહ્યું કે, આ અફસોસજનક છે કે ભારતીય ટીમ વિનેશ ફોગાટને મહિલા કુશ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર કરી રહી છે.  આ સમયે તે વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે. 

100 ગ્રામ વધારે હતું વજનઃ રિપોર્ટ

રિપોર્ટ્સ અનુસાર, વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત ધોરણ કરતા 100 ગ્રામ વધુ હતું. નિયમો અનુસાર, વિનેશ ફોગાટ સિલ્વર મેડલ માટે પણ લાયક રહેશે નહીં. આ પછી 50 કિગ્રા વર્ગમાં માત્ર ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે.

ADVERTISEMENT

આખી રાત કરી મહેનતઃ રિપોર્ટ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મંગળવારે રાત્રે વિનેશ ફોગાટનું વજન 50 કિલોની લિમિટથી 2 કિલો વધારે હતું. જોકે તેણે આખી રાત ઊંઘ્યા વગર જોગિંગ, સ્કીપિંગ અને સાયક્લિંગ સહિત વજન ઉતારવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કર્યા. જોકે આજે સવારે વજન ચેક કરતા તે 50 કિલોથી 100 ગ્રામ વધારે આવ્યું હતું.


શું છે નિયમ?

ઓલિમ્પિક નિયમો અનુસાર, પહેલવાનોએ સ્પર્ધાના બંને દિવસે તેમના વજન વર્ગમાં રહેવું જરૂરી છે. જો આમ નહીં થાય તો તેઓને કોઈ પણ સંકોચ વિના ગેરલાયક ઠેરવવામાં આવશે. વજનને લગતા નિયમો અનુસાર, જે દિવસે પણ પહેલવાનની મેચ હોય છે, તે દિવસે તેનું વજન કરવામાં આવે છે. દરેક વજન કેટેગરીની મેચો બે દિવસની અંદર હોય છે, આવી સ્થિતિ જે પહેલવાનો ફાઈનલમાં થવા રેપચેજમાં પહોંચે છે, તેમનું બંને દિવસે વજન કરવાનું હોય છે. પહેલીવાર વજન કરાવતી વખતે પહેલવાન પાસે વજન કરાવવા માટે 30 મિનિટ હોય છે, તેઓ ઈચ્છે એટલી વખત પોતાનું વજન કરાવી શકે છે. આ દરમિયાન એવું પણ જોવા મળે છે કે પહેલવાનને કોઈ સંક્રમિત બીમારી તો નથીને. જે પહેલવાને સતત બીજા દિવસે મેદાનમાં ઉતરવાનું હોય છે, તેમને વજન કરાવવા માટે 15 મિનિટનો સમય છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના નિયમો અનુસાર, જો કુસ્તીબાજનું વજન નિર્ધારિત વજન કરતાં વધી જાય છે, તો તેને ગેરલાયક ઠેરવવામાં આવે છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT