શા માટે ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને Mumbai Indiansમાં જવા દીધો? Gujarat Titansએ પહેલીવાર જણાવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Hardik Pandya News: IPL 2024 પહેલા જ રવિવારે સાંજ સુધીમાં તમામ ટીમોએ પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓ અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી. ગુજરાત ટાઈટન્સમાંથી કેપ્ટન હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જવાની ઘણા સમયથી અટકળો હતી, જેના પર ગઈકાલે સાંજે પૂર્ણ વિરામ લાગી ગયું. મુંબઈ ઈન્ડિયન્સે 15 કરોડ રૂપિયામાં હાર્દિક પંડ્યાને ટ્રેડ કરીને લીધો. આ નિર્ણય બાદ ઘણા લોકોને સવાલ થઈ રહ્યો છે કે બે સીઝનમાં જ ગુજરાતની ટીમને સફળ બનાવનાર કેપ્ટન હાર્દિકને શા માટે ફ્રેન્ચાઈઝીએ અન્ય ટીમમાં જવા દીધો?

GTના ડાયરેક્ટરે હાર્દિકને લઈને શું કહ્યું?

હાર્દિક પંડ્યના ટ્રેડ પછી ગુજરાત ટાઈટન્સની ટીમે પ્રેસ રિલીઝ જાહેર કરીને કેટલીક બાબતો પર સ્પષ્ટતા કરી હતી. ટીમના ડાયરેક્ટર વિક્રમ સોલંકીએ જેમાં જણાવ્યું હતું કે, ગુજરાત ટાઈટન્સના પ્રથમ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાએ ફ્રેન્ચાઈઝીને બે સફળ સીઝનમાં મદદ કરી, જેમાં એક વખત ટીમ IPL ચેમ્પિયનશીપ જીતી અને બીજી સીઝનમાં રનર અપ રહી. તેણે હવે પોતાની મૂળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. અમે તેના નિર્ણયનો આદર કરીએ છીએ અને તેને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીએ છીએ.

ADVERTISEMENT

GTના ડિરેક્ટરના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, હાર્દિક પંડ્યા પોતે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આગામી સીઝન રમવા માંગતો હતો. એવામાં તેની આ વાત સ્વીકારવા સિવાય GT પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો. આથી જ તેને મુંબઈ ઈન્ડિયન્સને 15 કરોડ રૂપિયામાં ટ્રેડ કરવામાં આવ્યો.

GTનો કેપ્ટન બન્યો શુભમન ગિલ

ખાસ છે કે હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જતા જ ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને ટીમને કેપ્ટન જાહેર કર્યો છે. એવામાં હવે શુભમન ગિલ ગુજરાતની ટીમને લીડ કરતા જોવા મળશે. જ્યારે તેના કેપ્ટનશીપમાં કેન વિલિયમ્સન અને રાશિદ ખાન જેવા સ્ટાર ખેલાડીઓ રમતા જોવા મળશે.

ADVERTISEMENT

ગુજરાત ટાઈટન્સે આ ખેલાડીઓને રિલીઝ કર્યા

યશ દયાલ, કે.એસ. ભરત, શિવમ માવી, ઉર્વીલ પટેલ, પ્રદીપ સાંગવાન, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ, દાસુન શનાકા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT