રોહિત શર્માએ મેચ જીત્યા બાદ કેમ ખાધી પીચની માટી? કેપ્ટને કર્યો ખુલાસો

ADVERTISEMENT

Rohit Sharma
રોહિત શર્માએ કેમ ખાધી માટી?
social share
google news

Rohit Sharma : T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 7 રને હરાવી દીધું. આ મેચમાં મળેલી જીતની સાથે જ ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ સુધી રાહ જોયા બાદ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી. આ ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્મા સહિત ટીમના દરેક ખેલાડીઓ મેદાનમાં ભાવુક થઈ ગયા અને એકબીજાને ગળે લગાવીને જીત માટે અભિનંદન પાઠવ્યા.

કેપ્ટન શર્માએ ખાધી માટી!

આ પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ બાર્બાડોસની પીચની માટી ખાધી અને પછી તિરંગાને જમીન પર જ ગાડી દીધો. રોહિત શર્માની બાર્બાડોસ પિચની માટી ખાતી તસવીર જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા, પરંતુ હિટમેને આ માટી કેમ ખાધી? તે અંગે ફેન્સ વિચારમાં પડી ગયા હતા. ત્યારે હવે રોહિત શર્માએ આ અંગે મોટો ખુલાસો કર્યો છે.

BCCIએ ભારતીય કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રોહિત શર્માએ કહ્યું કે, મેચ જીત્યા બાદ તેમણે તેમના દિલમાં જે લાગ્યું તે કર્યું. મેચ બાદ જ્યારે તેઓ પિચ પર પહોંચ્યા ત્યારે તેમને અહેસાસ થયો કે બાર્બાડોસની પિચે તેમનું વર્ષોનું સપનું પૂરું કર્યું છે. તેમને જીવનની દરેક ખુશીઓ આપી છે. તેથી જ તેઓ તેને પોતાની અંદર સમાઈ લેવા માંગતા હતા. આ જ કારણે તેમણે તે પિચની માટી ખાધી. 

ADVERTISEMENT

એ પિચને હું ક્યારેય નહીં ભૂલી શકુંઃ રોહિત શર્મા

રોહિત શર્માએ કહ્યું કે, તેઓ આખી જિંદગી બાર્બાડોસના ગ્રાઉન્ડ અને પિચને ભૂલી શકશે નહીં. તેમણે કહ્યું કે, મેચ જીત્યા બાદ સાથીઓની સાથે ખૂબ જ મસ્તી કરી. હું એ રાતે યોગ્ય રીતે સૂઈ શક્યો નહોતો, પરંતુ મને તેનાથી કોઈ ફરત નથી પડતો. કારણ કે મારી પાસે ઈન્ડિયા પરત જઈને સૂવાનો ઘણો સમય છે. હું આ પળ જીવવા માંગું છું. રોહિતે કહ્યું કે આ ક્ષણ અમારા બધા માટે ખૂબ જ ખાસ હતી. અને તે હું જીવવા માંગું છું. હું દરેક ક્ષણ, દરેક સેકન્ડ, દરેક મીનિટને જીવવા માગું છું. હું તેનો ભરપૂર ફાયદો ઉઠાવવા માંગુ છું.

7 રને જીત નોંધાવી

આપને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી છે. સાઉથ આફ્રિકા સામે ફાઈનલમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમે અંતિમ ઓવરમાં 7 રને જીત નોંધાવી બીજી વાર ટી20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતે પહેલા બેટિંગ કરતા 176 રન બનાવ્યા હતા અને સાઉથ આફ્રિકાને 169 રને અટકાવી દીધું હતુ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT