વર્લ્ડ કપ મેચની ટિકિટ બ્લેકમાં વેચવાનો સ્નેહાશિષ પર લાગ્યો આરોપ, નાનાભાઈ સૌરવ ગાંગુલીએ કહી આ વાત
કોલકાતા પોલીસે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના પ્રમુખ સ્નેહાશિષ ગાંગુલીને વર્લ્ડ કપ મેચની ટિકિટોની કથિત કાળાબજારી મામલે સમન્સ પાઠવ્યું છે. તેમને 24 કલાકની અંદર પૂછપરછ…
ADVERTISEMENT
કોલકાતા પોલીસે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના પ્રમુખ સ્નેહાશિષ ગાંગુલીને વર્લ્ડ કપ મેચની ટિકિટોની કથિત કાળાબજારી મામલે સમન્સ પાઠવ્યું છે. તેમને 24 કલાકની અંદર પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.સ્નેહાશિષ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના મોટા ભાઈ છે.
પોલીસે 7 FIR નોંધી, 16ની ધરપકડ
કોલકાતા પોલીસના જણાવ્યા અનુસાર, સ્નેહાશિષને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમને 24 કલાકની અંદર પોલીસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસે આ મામલે કુલ 7 FIR નોંધી છે અને અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમની પાસેથી 94 ટિકિટો પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આ ટિકિટોની કિંમત 900 રૂપિયા છે, પરંતુ કાળાબજારમાં 8000 રૂપિયા સુધી વેચવામાં આવી રહી હતી.
વિવાદ પર સૌરવ ગાંગુલીએ શું કહ્યું?
બીજી તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પોતાના મોટાભાઈ સ્નેહાશિષ ગાંગુલીના સમર્થનમાં મજબૂતીથી સામે આવ્યા અને કહ્યું કે ભારત-દક્ષિણ આફ્રિકાની વચ્ચે કોલકાતામાં રમાનારી મેચ સાથે સંબંધિત ટિકિટ વિવાદમાં રાજ્ય એસોસિએશનની કોઈ ભૂમિકા નથી.ગાંગુલીએ કહ્યું કે,’પોલીસ ગુનેગારોને પકડી શકે છે. આમાં CABની કોઈ ભૂમિકા નથી. ઈડનની ક્ષમતા 67 હજાર લોકોની છે અને માંગ એક લાખથી વધુ છે.
શું છે સમગ્ર મામલો?
એક ક્રિકેટ ચાહકે ફરિયાદ નોંધાવી છે કે, CABએ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ ટિકિટોનો એક મોટો હિસ્સો જાણી જોઈને અલગ રાખ્યો હતો અને વ્યક્તિગત લાભના ઈરાદાથી કાળાબજારી કરનારાઓને ઉપલબ્ધ કરાવ્યો હતો. આ મામલે BCCI અને ઓનલાઈન પોર્ટલ BookMyShow પર પણ આરોપ લાગ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT