World Cup: અમદાવાદમાં રમાનારી IND vs PAK મેચની ટિકિટ ક્યારથી વેચાશે અને કેટલી હશે કિંમત?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ICC ODI વર્લ્ડ કપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ખાસ વાત એ છે કે આ વખતે વર્લ્ડ કપની યજમાની ભારતને મળી છે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. જે ક્રિકેટ ચાહકો મેદાન પર જઈને મેચનો આનંદ માણવા માગે છે તેમના માટે બીજી અપડેટ એ છે કે ટિકિટનું બુકિંગ 25 ઓગસ્ટથી શરૂ થશે. વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની મેચ સૌથી વધુ ચર્ચામાં છે. અમદાવાદમાં રમાનારી આ મેચની ટિકિટ કેટલી હશે અને તેનું બુકિંગ ક્યારથી શરૂ થશે? જાણો તે વિશે…

ક્રિકેટના ચાહકો ટિકિટનું વેચાણ શરૂ થાય તે પહેલાં 15મી ઓગસ્ટથી www.cricketworldcup.com પર નોંધણી કરીને વહેલી ટિકિટની માહિતી મેળવી શકશે. આ તમને ટિકિટ સંબંધિત અપડેટ્સ મેળવવામાં પ્રથમ બનવા માટે સક્ષમ બનાવશે અને તમને વર્લ્ડ કપમાં સ્થાન સુરક્ષિત કરવામાં મદદ કરશે.

25મી ઓગસ્ટથી બુકિંગ શરૂ થશે

ICCએ ટિકિટ બુકિંગને લઈને એક ટ્વિટ કર્યું છે, જેમાં ટિકિટ બુકિંગ વિશે જાણકારી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ટિકિટ બુકિંગ 25 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે, જ્યારે ભારતની મેચનું બુકિંગ 30 ઓગસ્ટથી શરૂ થશે. આ દિવસે ગુવાહાટી અને ત્રિવેન્દ્રમમાં યોજાનારી ભારતની મેચોની ટિકિટ બુક કરી શકાશે.

ADVERTISEMENT

31 ઓગસ્ટે – ચેન્નાઈ અને પુણેમાં રમાનારી મેચોની ટિકિટ બુક કરી શકશે. 1 સપ્ટેમ્બર, – લખનૌ, ધર્મશાલા અને મુંબઈમાં યોજાનારી મેચોની ટિકિટ બુક કરી શકશે. 2 સપ્ટેમ્બરના રોજ બેંગ્લોર અને કોલકાતામાં યોજાનારી મેચો માટે ટિકિટ બુક કરવામાં આવશે.

ADVERTISEMENT

આ દિવસે ભારત-પાક મેચનું બુકિંગ થશે

અમદાવાદમાં 3 સપ્ટેમ્બરે યોજાનારી મેચ માટે ટિકિટ બુક કરવામાં આવશે. જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદમાં જ રમાશે. જેની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સેમી ફાઈનલ અને ફાઈનલની ટિકિટનું બુકિંગ 15 સપ્ટેમ્બરથી શરૂ થશે.

ADVERTISEMENT

કેટલી હશે અમદાવાદ-પાકિસ્તાન મેચની ટિકિટ?

રિપોર્ટ્સ મુજબ, ભારત-પાકિસ્તાનની મેચ માટે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ટિકિટની કિંમત 2000થી લઈને 1 લાખ વચ્ચે રહી શકે છે. જેમાં સ્ટેડિયમના કે-એલ-પી-ક્યૂ બ્લોક્સના રેટ 2000, જે અને આર બ્લોકના 2500, બી-સી-એફ-જી બ્લોકના રેટ 3500, એમ-એન બ્લોકના રેટ 4000, એ-એચ બ્લોકના રેટ 4500, ડી-ઈ બ્લોકના રેટ 6000, સાઉથ પ્રીમિયમ અને ઈસ્ટ-વેસ્ટ બ્લોકના રેટ 10000, પ્રેસિડન્ટ ગેલેરીના રેટ 25000, પ્રેસિડેન્ટ સૂટ એલ-5 અને રિલાયન્સ બોક્સ 75000 અને પ્રેસિડેન્ટ સુટ એલ-4ના રેટ 1 લાખ સુધી રહી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT