T20 World Cup: IND vs AUS મેચ પર વરસાદનું સંકટ, જો મેચ રદ થઈ તો કઈ ટીમને થશે ફાયદો?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સુપર-8 તબક્કાની અંતિમ મેચ 24 જૂને સેન્ટ લુસિયામાં રમાવાની છે. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે મેદાનમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે.
ADVERTISEMENT
T20 World Cup IND vs AUS: અફઘાનિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને ICC T20 વર્લ્ડ કપ 2024 ના સુપર-8 તબક્કાના ગ્રુપ એકમાં અપસેટ સર્જ્યો હતો. અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયન ટીમને 21 રને હરાવી. જે બાદ ઓસ્ટ્રેલિયા પર સુપર-8માંથી બહાર થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. જ્યારે અફઘાનિસ્તાનની સેમીફાઈનલમાં જવાની આશા વધી ગઈ છે. હવે જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવશે તો તેને બહાર થતા કોઈ રોકી શકશે નહીં. પરંતુ આ મેચ પર વરસાદનો ખતરો છે અને જો મેચ રદ્દ થશે તો જાણો શું થશે?
ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પર વરસાદની આશંકા
વાસ્તવમાં, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સુપર-8 તબક્કાની અંતિમ મેચ 24 જૂને સેન્ટ લુસિયામાં રમાવાની છે. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે મેદાનમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદની 51 ટકા શક્યતા છે. આવી સ્થિતિમાં જો આ વરસાદ લાંબો સમય ચાલુ રહેશે તો મેચ જોખમમાં મુકાય તેમ લાગી રહ્યું છે.
જો મેચ રદ થશે તો શું થશે?
હવે જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થાય તો આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જેના કારણે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે એક-એક પોઈન્ટની વહેંચણી થશે. ટીમ ઈન્ડિયા પાંચ પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં મુકાશે.
ADVERTISEMENT
અફઘાનિસ્તાન પાસે મોટી તક હશે
સુપર-8ની મેચ રદ્દ થવાને કારણે ઓસ્ટ્રેલિયા કુલ ત્રણ પોઈન્ટ મેળવી શકશે. આવી સ્થિતિમાં જો અફઘાનિસ્તાનની ટીમ છેલ્લી મેચમાં બાંગ્લાદેશને હરાવશે તો તે ચાર પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં જશે, જ્યારે ઓસ્ટ્રેલિયા બહાર થઈ જશે. બીજી તરફ બાંગ્લાદેશ અફઘાનિસ્તાનને હરાવશે તો ઓસ્ટ્રેલિયાને રાહત મળશે અને તે ત્રણ પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં જશે. આ સ્થિતિમાં અફઘાનિસ્તાનની ટીમ બે પોઈન્ટ સાથે સ્વદેશ પરત ફરશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ગ્રુપ એકમાં કઈ બે ટીમો સેમીફાઈનલની ટિકિટ મેળવે છે.
ADVERTISEMENT