VIDEO: Dhoni ની એકદમ ફિલ્મી અંદાજમાં એન્ટ્રી, ચેન્નઇ સુપર કિંગ્સે વીડિયો કર્યો શેર
CSK's special post on MS Dhoni: આગામી 22 માર્ચથી IPL 2024 ની નવી સીઝન શરૂ થઈ રહી છે. આ વખતે સિઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. પ્રથમ મેચ ચેન્નાઈના હોમગ્રાઉન્ડમાં યોજવાની છે.
ADVERTISEMENT
CSK's special post on MS Dhoni: આગામી 22 માર્ચથી IPL 2024 ની નવી સીઝન શરૂ થઈ રહી છે. આ વખતે સિઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. પ્રથમ મેચ ચેન્નાઈના હોમગ્રાઉન્ડમાં યોજવાની છે. આ દરમિયાન CSKએ એક શાનદાર વીડિયો શેર કર્યો છે. આમાં મહેન્દ્ર સિંહ ધોનીની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે.
મહેન્દ્ર સિંહ ધોનીની શાનદાર એન્ટ્રી
મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ આ વીડિયો જોઈ દીવાના થઈ ગયા છે. વાસ્તવમાં ચેન્નાઈ સુપર કિંગ્સે X પર એક વીડિયો શેર કર્યો છે. આમાં CSKના ચાહકો જોવા મળે છે. આ પછી ધોનીની તસવીર સામે આવી છે. વીડિયોના છેલ્લા ભાગમાં મહેન્દ્ર સિંહ ધોની કારમાંથી નીચે ઉતરતો જોવા મળે છે. સોશિયલ મીડિયામાં હજારો ચાહકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
આ સીઝનમાં ધોની નવી ભૂમિકામાં જોવા મળશે
તાજેતરમાં ધોનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે. આમાં તેણે સંકેત આપ્યા છે કે તે આ સિઝનમાં નવી ભૂમિકામાં જોવા મળશે. ધોનીએ ચેન્નાઈનો કેપ્ટન છે અને તેને ટીમને પાંચ વખત IPL નું ટાઇટલ જીતાડ્યુ છે. પરંતુ હવે આપણે કંઈક અલગ કરી શકીએ છીએ. ધોનીની નિવૃત્તિને લઈને અનેક વખત સવાલો ઉભા થયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT