વિરાટ કોહલીનો વનવાસ પૂર્ણ: 1677 દિવસ બાદ વિદેશી ધરતી પર સદી, બનાવ્યા અનેક રેકોર્ડ્સ

ADVERTISEMENT

Virat Kohli's Century
Virat Kohli's Century
social share
google news

પોર્ટ ઓફ સ્પેન : વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ઓફ સ્પેન ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી છે. કોહલીની ટેસ્ટ કરિયરની આ 29મી સદી છે. આ સાથે તેણે ટેસ્ટ સદીના મામલે ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનની બરાબરી કરી લીધી છે. કોહલીએ લાંબા સમય બાદ વિદેશી ધરતી પર સદી ફટકારી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. કોહલીએ મેચના બીજા દિવસે (21 જુલાઈ) શેનન ગેબ્રિયલના બોલ પર ચોગ્ગો મોકલીને પોતાની સદી પૂરી કરી હતી.

કોહલીએ 180 બોલમાં 10 ચોગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. કોહલીની ટેસ્ટ કારકિર્દીની આ 29મી સદી હતી. આ સદી સાથે વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય સદીની સંખ્યા હવે 76 પર પહોંચી ગઈ છે. કોહલીએ 206 બોલમાં 121 રન બનાવ્યા જેમાં 11 ચોગ્ગા સામેલ હતા. કોહલીને અલઝારી જોસેફે રનઆઉટ કર્યો હતો. વિરાટ કોહલીએ લાંબા સમય બાદ વિદેશી ધરતી પર ટેસ્ટ સદી ફટકારી છે. અગાઉ તેણે 16 ડિસેમ્બર 2018 ના રોજ ઓસ્ટ્રેલિયાના પર્થમાં વિદેશી ધરતી પર તેની છેલ્લી ટેસ્ટ સદી પૂરી કરી હતી.

હવે 1677 દિવસ અને 31 ઇનિંગ્સ બાદ તેણે વિદેશી ધરતી પર ટેસ્ટ સદી ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે કોહલીની આ ત્રીજી ટેસ્ટ સદી હતી. અગાઉ તેણે નોર્થસાઉન્ડ (200) અને રાજકોટ ટેસ્ટ (139)માં સદી ફટકારી હતી. તેની 500મી આંતરરાષ્ટ્રીય રમતમાં જસ્ટ @imVkohli વસ્તુઓ સાથે 5 વર્ષની રાહનો અંત આવ્યો! ટેસ્ટ સદીમાં ઓસ્ટ્રેલિયાના ડોન બ્રે ડેમનની બરાબરી થઈ ગઈ છે.

ADVERTISEMENT

આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની આ બીજી સદી છે. આ પહેલા તેણે માર્ચ મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદ ટેસ્ટ મેચમાં 186 રનની ઇનિંગ રમી હતી. ફેબ-4 બેટ્સમેનોમાં સ્ટીવ સ્મિથ (32) અને જો રૂટ (28) કોહલી કરતાં વધુ ટેસ્ટ સદી ધરાવે છે. આ સાથે જ તેણે ટેસ્ટ સદીના મામલે કેન વિલિયમસન (28)ને પણ પાછળ છોડી દીધા છે. આ 500મી મેચમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી વિરાટ કોહલીની કારકિર્દીની 500મી આંતરરાષ્ટ્રીય મેચ છે. જેને તેણે શાનદાર ઇનિંગ રમીને યાદગાર બનાવી દીધી છે.

કોહલી પોતાની 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા કોઈ બેટ્સમેન પોતાની 500મી મેચમાં 50 રન પણ બનાવી શક્યો ન હતો. આ પહેલા 500મી મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કુમાર સંગાકારાના નામે હતો. જેણે 48 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી સચિનના રેકોર્ડની નજીક પહોંચી રહ્યો છે.
જુઓ તમામ 76 સદીઓની યાદી.
વિરાટે આ ઇનિંગ દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાના 2000 રન પણ પૂરા કર્યા. ભારતીય બેટ્સમેનોમાં વિરાટ સિવાય માત્ર રોહિત શર્મા જ આવું કરી શક્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ સદી (આંતરરાષ્ટ્રીય મેચ)
13 – સુનીલ ગાવસ્કર
12 – જેક કાલિસ
12 – વિરાટ કોહલી
11 – એબી ડી વિલિયર્સ

ADVERTISEMENT

ટેસ્ટમાં નંબર 4 પર સૌથી વધુ સદી
44 – સચિન તેંડુલકર (ભારત)
35 જૈક્સ કૈલિસ (સાઉથ આફ્રિકા)
30- મહેલા જયવર્ધને (શ્રીલંકા)
25 – વિરાટ કોહલી (ભારત)
24 – બ્રાયન લારા (વેસ્ટ ઈન્ડિઝ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT