IND vs SA: પ્રથમ ટેસ્ટ પહેલા Virat Kohli અચાનક ભારત પરત ફર્યો, ઋતુરાજ પણ ટેસ્ટ સીરિઝથી બહાર
IND vs SA Test Series: ભારતીય ટીમ હાલમાં ત્રણેય ફોર્મેટની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે T20 અને ODI સીરિઝ રમાઈ ચૂકી…
ADVERTISEMENT
IND vs SA Test Series: ભારતીય ટીમ હાલમાં ત્રણેય ફોર્મેટની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે T20 અને ODI સીરિઝ રમાઈ ચૂકી છે, જ્યારે ટેસ્ટ સિરીઝનું આયોજન કરવાનું બાકી છે. હવે ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તો વિરાટ કોહલી પણ ભારત પાછો આવી ગયો છે.
કોહલી આ કારણે ભારત પાછો આવી ગયો
ક્રિકબઝના અહેવાલ મુજબ, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફેમિલી ઈમરજન્સીના કારણે ભારત પરત ફર્યો છે. કોહલી પ્રિટોરિયામાં ચાલી રહેલી ત્રણ દિવસીય ઈન્ટ્રા-સ્કવોડ ગેમમાં ભાગ લઈ શક્યો નથી. બીસીસીઆઈના સૂત્રોનું કહેવું છે કે સેન્ચુરિયનમાં 26 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે કોહલી સમયસર જોહાનિસબર્ગ પરત ફરશે.
પહેલી ટેસ્ટ રમશે કે નહીં?
કોહલી લગભગ ત્રણ દિવસ પહેલા મુંબઈ જવા રવાના થયો હતો. તેણે આ માટે BCCI અને ટીમ મેનેજમેન્ટ પાસેથી મંજૂરી લીધી હતી. કોહલી શુક્રવારે (22 ડિસેમ્બર) દક્ષિણ આફ્રિકા પરત ફરે તેવી શક્યતા છે. બીજી તરફ, 26 વર્ષીય ગાયકવાડને 19 ડિસેમ્બરે પોર્ટ એલિઝાબેથમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી. તે આ ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શક્યો નથી.
ADVERTISEMENT
શમી પહેલેથી જ બહાર થઈ ચૂક્યો છે
બીજી તરફ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પહેલાથી જ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર છે. મોહમ્મદ શમી, જેણે ODI વર્લ્ડ કપમાં 24 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લીધી હતી અને ટેસ્ટ શ્રેણીમાં જેનું સામેલ થવાનું ફિટનેસ પર આધારિત હતું, તેને BCCI મેડિકલ ટીમ દ્વારા રમવા માટે મંજૂરી આપવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં વર્લ્ડ કપનો આ સ્ટાર બોલર બે ટેસ્ટ મેચની શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.
દક્ષિણ આફ્રિકામાં બીજી ટેસ્ટ માટે ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટમેન), કેએલ રાહુલ (વિકેટ કિપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા.
ADVERTISEMENT
ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસનું શેડ્યૂલ
26 થી 30 ડિસેમ્બર, 1લી ટેસ્ટ, સેન્ચુરિયન
3 થી 7 જાન્યુઆરી, બીજી ટેસ્ટ, જોહાનિસબર્ગ
ADVERTISEMENT
ટેસ્ટમાં ભારત અને દક્ષિણ આફ્રિકાનો એકંદરે રેકોર્ડ:
કુલ ટેસ્ટ મેચ: 42
ભારત જીત્યું: 15
દક્ષિણ આફ્રિકા જીત્યું: 17
ડ્રો: 10
ટેસ્ટમાં ભારત-SA રેકોર્ડ (જ્યારે મેચો દક્ષિણ આફ્રિકામાં થઈ હતી)
કુલ ટેસ્ટ: 23
દક્ષિણ આફ્રિકા જીત્યું: 12
ભારત જીત્યું: 4
ડ્રો 7
ADVERTISEMENT