વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, સચિન બાદ આ સિદ્ધિ હાંસલ કરનારો દુનિયાનો બીજો બેટ્સમેન બન્યો

ADVERTISEMENT

virat kohli record
વિરાટ કોહલીએ બનાવ્યો રેકોર્ડ
social share
google news

IND vs SL 1st ODI Virat Kohli: ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે મેચ ટાઈ રહી હતી. જેમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને 230 રન બનાવ્યા હતા, જે બાદ ભારતીય ટીમ પણ 47.5 ઓવરમાં 230 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. પ્રથમ વનડે મેચ ટાઈ રહી હોવા છતાં વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો હતો. દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ રન બનાવવાના મામલે કોહલી હવે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે એક સાથે અનેક દિગ્ગજોને હરાવ્યા છે. કોહલીએ રિટ્ટી પોન્ટિંગ, કુમાર સંગાકારા અને જેક કાલિસને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. જો કે, કોહલી મેચમાં માત્ર 24 રન જ બનાવી શક્યો હતો પરંતુ આ પછી પણ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. વિરાટ કોહલી હવે દ્વિપક્ષીય મેચોમાં કુલ 21000 રન બનાવવામાં સફળ રહ્યો છે. જોકે, સચિને આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય મેચોમાં 22960 રન બનાવ્યા છે.

દ્વિપક્ષીય શ્રેણીમાં સૌથી વધુ રન

  • 22960 - સચિન તેંડુલકર
  • 21000 – વિરાટ કોહલી
  • 20655 - જેક્સ કાલિસ
  • 20154 - કુમાર સંગાકારા
  • 19268 - રિકી પોન્ટિંગ

આ સિવાય જેક્સ કાલિસે આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય મેચોમાં કુલ 20655 રન બનાવ્યા હતા, કુમાર સંગાકારાએ 20154 રન બનાવ્યા હતા અને પોન્ટિંગે 19268 રન બનાવ્યા હતા. યોવાની કોહલીએ એક સાથે કાલિસ, સંગાકારા અને પોન્ટિંગના રેકોર્ડ તોડીને વિશ્વ ક્રિકેટમાં હલચલ મચાવી દીધી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT