ગંભીરને કોચ બનાવતા પહેલા BCCIએ વિરાટ કોહલીની નહોતી લીધી સલાહ! રિપોર્ટમાં મોટો દાવો

ADVERTISEMENT

Virat Kohli and Gautam Gambhir
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર
social share
google news

Kohli Gambhir Controversy : આઈપીએલ 2024 માત્ર શાનદાર અને રોમાંચક મેચો માટે જ યાદ નહીં યાદ રાખવામાં આવે પરંતુ આ દરમિયાન ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે મેદાન પર સારી બોન્ડિંગ પણ જોવા મળી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના મેન્ટર રહેલા ગંભીર હવે ભારતીય ટીમના મુખ્ય કોચ બની ગયા છે અને કોહલી હવે તેના નેતૃત્વમાં રમશે. કોહલી અને ગંભીર વચ્ચે ખાટા-મીઠા સંબંધો હતા અને જો અહેવાલોનું માનીએ તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રાહુલ દ્રવિડની જગ્યાએ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેનને જવાબદારી સોંપતા પહેલા કોહલી સાથે ચર્ચા કરી ન હતી.

અશોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને સુલક્ષણા નાઈકની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) દ્વારા ગંભીરનું નામ સૂચવવામાં આવ્યું હતું. ગંભીર ઉપરાંત ડબલ્યુવી રમન પણ મુખ્ય કોચ બનવાની રેસમાં હતા. મંગળવારે  BCCIએ દ્રવિડના સ્થાને ગંભીરની મુખ્ય કોચ તરીકે નિમણૂકની સત્તાવાર જાહેરાત કરી હતી. ગંભીર આ મહિનાના અંતમાં શ્રીલંકા પ્રવાસથી ભારતીય ટીમની કમાન સંભાળશે. 42 વર્ષીય ગંભીર ભારતના યુવા મુખ્ય કોચ છે. ગંભીરે પાંચ વર્ષ પહેલા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને તેણે તેની છેલ્લી ટેસ્ટ 2016માં કોહલીની કેપ્ટન્સીમાં રમી હતી.

IPLમાં કોહલી-ગંભીર વચ્ચે ટક્કર થઈ હતી

ગંભીર અને કોહલી IPLમાં મેદાન પર ઘણી વખત એકબીજા સાથે ટકરાયા છે, પરંતુ ગયા વર્ષે બંને વચ્ચે થયેલી બોલાચાલીની ઘટનાએ જોર પકડ્યું હતું. ગયા વર્ષે લખનૌ સુપરજાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે આ વર્ષે બંને ખેલાડીઓ વચ્ચે સારો તાલમેલ જોવા મળ્યો હતો.

ADVERTISEMENT

કોહલીએ T20 વર્લ્ડ કપ બાદ T20 ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધું છે અને BCCIના ટોચના અધિકારીઓ પણ હવે ભવિષ્ય તરફ જોઈ રહ્યા છે, જેના કારણે ગંભીરને કોચ બનાવવા અંગે કોહલી સાથે કોઈ ચર્ચા થઈ નથી. બીસીસીઆઈના એક અધિકારીએ ખાનગી ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, બંને પાસે વાત કરવા માટે પૂરતો સમય છે, પરંતુ બીસીસીઆઈ માટે આગળની તસવીર પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ હતું, જેમાં આવનારા વર્ષોમાં ઘણા યુવાનો સામેલ થવાની સંભાવના છે. 

ગંભીર અને રોહિત વચ્ચે તાલમેલ જોવો રસપ્રદ રહેશે

વનડે અને ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે ગંભીરનું તાલમેલ કેવું છે તે જોવું પણ રસપ્રદ રહેશે. રોહિત અને દ્રવિડ વચ્ચે સારા સંબંધો હતા અને ઘણા લોકો માને છે કે આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમનું પ્રદર્શન સારું રહ્યું હતું અને અંતે ટીમ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી હતી. રોહિતે એ હકીકતને છુપાવવાની કોશિશ પણ કરી ન હતી કે તે ઈચ્છતો હતો કે ભવિષ્યમાં પણ દ્રવિડ ટીમના કોચ બન્યા રહે, પરંતુ આ ભૂતપૂર્વ અનુભવી ખેલાડીએ આ જવાબદારી છોડી દેવાનો નિર્ણય કર્યો. એવી પણ શક્યતા છે કે રોહિત અને કોહલી શ્રીલંકા સામેની શ્રેણીમાં ભાગ લે.

ADVERTISEMENT

શું હાર્દિક કેપ્ટન તરીકે વાપસી કરશે?

એ પણ માનવામાં આવે છે કે હાર્દિક એવા કેટલાક ખેલાડીઓમાંના હતો જેઓ ગંભીરના મુખ્ય કોચ બનવા વિશે પહેલાથી જ જાણતા હતા. IPL 2024માં નિરાશાજનક પ્રદર્શન બાદ હાર્દિકે T20 વર્લ્ડ કપમાં ફોર્મમાં વાપસી કરી હતી. એવું માનવામાં આવે છે કે રોહિતના T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃત્તિ બાદ હાર્દિક આ ફોર્મેટમાં ભારતનો સંપૂર્ણ સમયનો કેપ્ટન બની શકે છે. જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપમાં હાર્દિક વાઈસ કેપ્ટનની ભૂમિકામાં હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT