ભારતની હાર છતાં Virat Kohliએ રચ્યો ઈતિહાસ, ક્રિકેટ ઈતિહાસમાં નથી કરી શક્યું આવું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતને સાઉથ આફ્રિકાના હાથે ઈનિંગ્સ અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર છતાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈતિહાસ રચવામાં સફળ રહ્યા. કિંગ કોહલીએ આ મેચમાં બીજી ઈનિંગમાં 76 રન બનાવ્યા હતા, આ ઈનિંગના દમ પર તેઓ વર્ષ 2023માં ફરી એકવાર 2000 ઈન્ટરનેશનલ રનનો આંકડો પાર કરવામાં સફળ રહ્યા. વિરાટ કોહલીએ હવે એક કેલેન્ડર ઈયરમાં સૌથી વધુ 7 વખત 2000થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમણે આ મામલે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાને પાછળ ધકેલી લીધા છે, જેમણે તેમના કરિયરમાં 6 વખત આ સિદ્ધિ મેળવી હતી.

એક કેલેન્ડર ઈયરમાં સૌથી વધુ વખત 2000 રન બનાવનાર બેટ્સમેન

– વિરાટ કોહલી- 7*
– કુમાર સંગાકારા- 6
– મહેલા જયવર્ધને – 5
– સચિન તેંડુલકર – 5
– જૈક્સ કૈલિસ – 4

2017માં પહેલીવાર હાંસલ કરી હતી સિદ્ધિ

વિરાટ કોહલીએ પહેલીવાર 2012માં એક કેલેન્ડર વર્ષમાં 2000 ઈન્ટરનેશનલ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી, આવું કરનાર તેઓ છઠ્ઠા ભારતીય બેટ્સમેન બન્યા હતા. આ પછી તેમણે 2014, 2016, 2017, 2018, 2019 અને હવે 2023માં આ સિદ્ધિ મેળવી છે.

ADVERTISEMENT

વિરાટ કોહલીના નામે હાલ ભારત માટે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 2818 ઈન્ટરનેશનલ રન બનાવવાનો રેકોર્ડ છે. તેમણે 2017માં 2818 રન બનાવ્યા હતા. 2818 રન બનાવવા માટે તેમણે 46 મેચ રમી હતી, જેમાં તેમની એવરેજ 68.73 હતી, જ્યારે તે વર્ષે તેમણે તેમના બેટથી 11 સદી અને 10 અડધી સદી ફટકારી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT