વિરાટ કોહલીએ જન્મ દિવસે રચ્યો ઇતિહાસ, સચિનના રેકોર્ડની બરાબરી કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Virat Kohli World Cup 2023 : ભારતની મેજબાનીમાં રમાઇ રહેલા વર્લ્ડ કપ 2023 માં ભારતીય ટીમ જબરજસ્ત ફોર્મમાં છે. પોતાની તમામ 7 મેચ જીતીને સેમીફાઇનલમાં પ્રવેશી ચુકી છે. ટીમે પોતાની 8મી મેચ સાઉથ આફ્રિકા વિરુદ્ધ કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમી હતી.

વિરાટ કોહલી આ દિવસે પોતાનો 35 મો જન્મ દિવસ પણ મનાવી રહ્યો છે. કોહલીએ પોતાના બર્થડેમાં ફેન્સને શાનદાર ગીફ્ટ આપી હતી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના બેટમાંથી આજે શાનદાર સદી નિકળી હતી. સાઉથ આફ્રિકા વિરુદ્ધ પણ પોતાનું ફોર્મ યતાવત્ત રાખ્યું અને ધુંઆધાર અંદાજમાં પોતાની કારકિર્દીની 49 મી સદી ફટકારી હતી. આ ઇતિહાસ રચવાની સાથે તેણે સચિનના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. કોહલીએ 119 બોલમાં પોતાની સદી ફટકારી હતી.

કોહલીએ વનડેના ઇતિહાસમાં સૌથી વધારે સદી ફટકારવાના મામલે સચિન (49 શતક) ના ઐતિહાસિક રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. કોહલી પોતાની આ તોફાની સદી કરિયરની 277 મી વનડેમાં બનાવી હતી.જ્યારે સચિન આ રેકોર્ડ 451 વન ડે બાદ બનાવી શક્યો હતો.

ADVERTISEMENT

સચિને પોતાની કારકિર્દીમાં 463 વન ડે રમ્યો હતો. જેની 452 મી વનડેમાં 44.83 ની સરેરાશથી 18426 રન બનાવ્યા. તેણે કુલ 49 વનડે સદી ફટકારી હતી. વનડે ઇન્ટરનેશનલમાં સચિન અને કોહલીએ સૌથી વધારે 49-49 સદીઓ ફટકારી છે. ત્યાર બાદ બીજા નંબર પર રોહિત શર્મા (31) છે. વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી વધારે સદી ફટકારના ખેલાડીઓમાં ટોપ-3 માં ભારતીય ખેલાડીઓ જ છે.

વન-ડેમાં સૌથી વ ધારે સદી ફટકારનારો પ્લેયર
સચિન તેંડુલકર – 452 પારી – 49 સદી
વિરાટ કોહલી – 277 પારી – 49 સદી
રોહિત શર્મા – 251 પારી – 31 સદી
રિકી પોઇન્ટિંગ – 365 પારી – 30 સદી
સનથ જયસૂરિયા – 433 પારી – 28 સદી

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT