શું વિરાટ કોહલી વનડે અને ટી20 ફોર્મેટમાંથી લેવા જઈ રહ્યા છે સન્યાસ? લીધો મોટો નિર્ણય
Virat Kohli Break to White-ball Cricket: ICC વનડે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મોટો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ…
ADVERTISEMENT
Virat Kohli Break to White-ball Cricket: ICC વનડે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મોટો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપની 11 મેચમાં સૌથી વધુ 765 રન બનાવ્યા હતા. જોકે, તેઓ ફાઈનલમાં ભારતને જીતાડવામાં નિષ્ફળ રહ્યા હતા. પરંતુ હવે વિરાટ કોહલીના એક નિર્ણયે તેમના ફેન્સને ચોંકાવી દીધા છે.
સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે ટીમ ઈન્ડિયા
વાસ્તવમાં, હાલમાં ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ઘરેલુ T20 સિરીઝ રમી રહી છે. તેની શરૂઆતી 3 મેચોમાં ભારત 2-1થી આગળ છે. હવે આ સિરીઝ બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે.
કોહલીએ વ્હાઈટ બોલ ક્રિકેટમાંથી લીધો બ્રેક
સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ભારતીય ટીમે સૌથી પહેલા 3 T20 મેચોની સિરીઝ રમવાની છે. આ પછી 3 મેચની વનડે સિરીઝ રમાશે. ત્યારબાદ આખરે બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચોની સિરીઝ પણ રમાશે. પરંતુ આ પહેલા ભારતીય ચાહકો માટે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે.
ADVERTISEMENT
BCCIને આપી જાણકારી
વિરાટ કોહલીએ આ વ્હાઈટ બોલ (ODI-T20) સિરીઝ રમવાનો ઈનકાર કરી દીધો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, કોહલીએ વ્હાઈટ બોલથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે આની જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને પણ આપી છે.
જાતે જ આપશે જાણકારી
વિરાટ કોહલી હવે ક્યારે વ્હાઈઠ બોલ ક્રિકેટ રમતા જોવા મળશે, અથવા રમશે કે નહીં તે અંગે હજુ સધી કોઈ જાણકાર નથી. રિપોર્ટ અનુસાર, કોહલીએ BCCI અને સિલેક્શન કમિટીએ કહ્યું છે કે તેઓ વ્હાઈટ બોલ ક્રિકેટ માટે ક્યારે ઉપલબ્ધ હશે, તેની જાણકારી પણ તેઓ જાતે જ આપશે. આવી સ્થિતિમાં ફેન્સેએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે કે કદાચ કોહલીએ પોતાને સફેદ બોલ ક્રિકેટથી દૂર કરવાનું શરૂ કરી દીધું છે.
ADVERTISEMENT
રોહિત શર્માએ નથી આપ્યું નિવેદન
વર્લ્ડકપમાં ભારતીય ટીમની કમાન સંભાળનાર રોહિત શર્મા તરફથી હજુ સુધી આવું કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે તેઓ આફ્રિકા પ્રવાસ પર વ્હાઈટ બોલ સિરીઝ નહીં રમે. કોહલી અને રોહિત બંને ટેસ્ટ સિરીઝમાં રમતા જોવા મળશે.
ADVERTISEMENT
કેએલ રાહુલ બની શકે છે કેપ્ટન
કોહલી આ સમય લંડનમાં રજા મનાવી રહ્યા છે. રોહિત શર્મા પણ લંડનમાં છે. રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં સતત 10 મેચ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જો રોહિત શર્મા આફ્રિકા સામે વ્હાઈટ બોલના ફોર્મેટમાંથી પણ બહાર છે તો વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલને કેપ્ટનશિપ સોંપવામાં આવી શકે છે.
ADVERTISEMENT