IPL: 31 બોલમાં 50 અને 41 બોલમાં 100... Will Jacks ની સદી માટે કેવી રીતે બન્યો પ્લાન? Kohli એ જણાવ્યું
Virat Kohli and Will Jacks: ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં વિલ જેક્સે શાનદાર ઇનિંગ રમી હતી. મેચમાં જીત માટે માત્ર એક રનની જરૂર હતી. ત્યારે, વિલ જેક્સ છગ્ગો મારીને પોતાની સદી પૂરી કરી હતી.
ADVERTISEMENT
Virat Kohli and Will Jacks: ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં વિલ જેક્સે શાનદાર ઇનિંગ રમી હતી. મેચમાં જીત માટે માત્ર એક રનની જરૂર હતી. ત્યારે, વિલ જેક્સ 94 રન પર હતો અને તેને તેની સદી માટે છ રનની જરૂર હતી. જોકે, વિલે સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. મેચ બાદ વિરાટ કોહલીએ એક વીડિયોમાં સિક્રેટ જાહેર કર્યું કે વિલ જેક્સની સદી પૂરી કરવા માટે મેદાન પર કેવી રીતે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે વિલ જેક્સે માત્ર 41 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. તેની સાથે વિરાટ કોહલી પણ 44 બોલમાં 70 રન બનાવીને અણનમ રહ્યો હતો. બંનેની શાનદાર બેટિંગને કારણે બેંગલુરુએ ચાર ઓવર બાકી રહેતા નવ વિકેટે મેચ જીતી લીધી હતી.
આ પણ વાંચો: MS Dhoni ના પરિવારમાં આવશે નવું મહેમાન, સાક્ષી ધોનીએ કરી સો.મીડિયા પર પોસ્ટ
RCBના ડ્રેસિંગ રૂમનો વીડિયો સામે આવ્યો
વિરાટ કોહલીનો આ વીડિયો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. વીડિયોની શરૂઆત વિલ જેક્સ ડ્રેસિંગ રૂમમાં પ્રવેશતા સાથે થાય છે. ત્યાં હાજર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વિલ જેક્સને અભિનંદન પાઠવે છે. આ પછી જેક્સ ત્યાં પહોંચે છે જ્યાં કોહલી બેઠો છે. દરમિયાન, કોહલીએ જેક્સની સદી પૂરી કરવા પાછળની સ્ટોરી કહેવાનું શરૂ કર્યું. કોહલીનું કહેવું છે કે, તેણે 31 બોલમાં ફિફ્ટી ફટકારી હતી, ત્યાર બાદ તેણે માત્ર દસ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ પછી કોહલીએ કહ્યું કે, જેક્સે બે રન માંગ્યા. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે હું ત્રીજો રન લેવા તૈયાર છું. આ પછી તેણે નક્કી કર્યું કે હવે તે દરેક બોલ પર માત્ર સિક્સર જ મારશે.
આ પણ વાંચો: IPL મેચ દરમિયાન સવારના 11 વાગ્યા સુધી સૂવે છે M.S Dhoni, જણાવ્યું ફિટનેસનું રહસ્ય
કોહલી-વિલ જેક્સ વચ્ચે શું વાત થઈ?
વીડિયોમાં કોહલી કહે છે કે, જેક્સે કહ્યું હતું કે હવે હું સિંગલ-ડબલ નહીં દોડું. જવાબમાં, વિલ જેક્સ કહે છે કે અહીં ખૂબ જ ગરમ છે. નોંધનીય છે કે વિલ જેક્સે પોતાના 50 રન પૂરા કરવા માટે 31 બોલ રમ્યો હતો. પરંતુ તેને 50 થી 100 સુધી પહોંચવામાં માત્ર 10 બોલનો સમય લાગ્યો હતો. વિલ જેક્સની ખતરનાક બેટિંગના કારણે આરસીબીની ટીમે ચાર ઓવર બાકી રહેતા મેચ જીતી લીધી હતી. અંતમાં જેક્સને સદી પૂરી કરવા માટે છ રનની જરૂર હતી. તે જ સમયે RCBને માત્ર એક રનની જરૂર હતી. પરંતુ જેકે શાનદાર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT