Vinesh Phogat India Reutrns: વિનેશ ફોગાટની વતન વાપસી...એરપોર્ટની બહાર નીકળતા જ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી

ADVERTISEMENT

વિનેશ ફોગાટની વતન વાપસી
Vinesh Phogat
social share
google news

Vinesh Phogat India Reutrns: ભારતીય રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિનેશ ફોગાટ 50 કિલો રેસલિંગ ઈવેન્ટની ફાઈનલમાં પહોંચી હતી. જોકે, ફાઈનલ પહેલા તેનું વજન 100 ગ્રામ વધારે હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેને ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવી હતી. જે બાદ આ મામલે વિનેશ ફોગાટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ કરી અને માંગ કરી હતી કે તેને સિલ્વર મેડલ આપવામાં આવે. જોકે, CASસે સ્ટાર રેસલર વિનેશ ફોગાટની અપીલ ફગાવી દીધી હતી.

એરપોર્ટની બહાર આવતા જ વિનેશ થઈ ભાવુક

હવે રેસલર વિનેશ ફાગોટ પેરિસથી ભારત પરત ફરી છે. દિલ્હી એરપોર્ટ ખાતે વિનેશ ફોગાટનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિનેશ ફોગાટનું સ્વાગત કરવા માટે દિલ્હી એરપોર્ટ ખાતે રેસલર સાક્ષી મલિક અને બજરંગ પુનિયા પણ હાજર હતા. જ્યારે એરપોર્ટની બહાર આવતા જ વિનેશ ફોગાટ ભાવુક થઈ ગઈ હતી અને રડી પડી હતી. જે બાદ તેણે એરપોર્ટ ખાતે હાજર તમામ લોકો આભાર માન્યો હતો. 

સ્વાગત માટે જોરશોરથી કરાઈ છે તૈયારી

આપને જણાવી દઈએ કે, વિનેશ ફોગાટની વતન વાપસીને લઈને દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટથી લઈને તેમના ગામ બલાલી સુધી સ્વાગતની જોરશોરથી તૈયારી કરવામાં આવી છે. ગ્રામજનો વિનેશ ફોગાટના સ્વાગત માટે ખૂબ જ ઉત્સાહિત છે. 

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT