Vinesh Phogat માટે સારા સમાચાર! પેરિસ ઓલિમ્પિકમાં સ્ટાર રેસલરને સિલ્વર મેડલ મળવાના મહત્વના સંકેતો મળ્યા

ADVERTISEMENT

Vinesh Phogat
Vinesh Phogat
social share
google news

Paris Olympic 2024, Vinesh Phogat: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કુલ 6 મેડલ જીત્યા છે, પરંતુ વિનેશ ફોગાટનો મામલો હજુ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં પેન્ડિંગ છે. વિનેશ ફોગાટ કે જેને ફાઇનલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે અયોગ્ય ઠેરવવામાં આવી હતી અને તેમને મેડલ પણ આપવા આવ્યું ન હતું ત્યારે વિનેશે CASનો સંપર્ક કર્યો હતો. જોકે, હજુ સુધી આ મામલે કોઈ નિર્ણય આવ્યો નથી. પરંતુ એક સકારાત્મક સંકેત મળી રહ્યા છે કે, વિનેશ હવે સિલ્વર મેડલ સાથે ભારત પરત ફરી શકે છે.

ફાઇનલમાંથી આ કારણે થઈ હતી બહાર

વાસ્તવમાં, વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકની 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ કુસ્તીમાં ધમાલ મચાવી હતી અને પ્રથમ મેચમાં વિશ્વની નંબર વન જાપાનની યુ સુસાકીને હરાવી હતી. આ પછી પણ, તેણીએ તેની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો અને ફાઇનલમાં સ્થાન મેળવનારી દેશની પ્રથમ મહિલા કુસ્તીબાજ બની. જોકે, ફાઈનલ મેચની સવારે વિનેશનું વજન 100 ગ્રામ 50 કિલોથી વધુ નીકળ્યું અને તે ગોલ્ડ મેડલની મેચ રમી શકી નહીં.

વિનેશ ફોગાટ માટે સારો સંકેત!

જ્યારે વિનેશને ફાઈનલ મેચ માટે અયોગ્ય જાહેર કરવામાં આવી ત્યારે તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ દાખલ કરી. જેમાં વિનેશે પોતાને સિલ્વર મેડલની દાવેદારી જાહેર કરવા અપીલ કરી હતી. વિનેશ વતી વકીલોએ સુનાવણીમાં ભાગ લીધો હતો. જ્યારે સામેથી યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના વકીલોએ નિર્ણયનો બચાવ કર્યો હતો. 9 ઓગસ્ટના રોજ બંને પક્ષકારોની સુનાવણી કરવામાં આવી હતી અને તે પછી CAS લગભગ ત્રણ વખત પોતાનો નિર્ણય મુલતવી રાખ્યું છે. એટલે કે, એવા કેસમાં, જેમાં નિયમ મુજબ એવું માનવામાં આવતું હતું કે નિર્ણય ટૂંક સમયમાં આવશે. તેમાં વિલંબ થયો છે અને હવે અંતિમ નિર્ણય 13મી ઓગસ્ટે આપવામાં આવશે. વિનેશના કિસ્સામાં, આ વિલંબ તેના પક્ષમાં હોવાનું કહેવાય છે. આનાથી એવું લાગી રહ્યું છે કે વિનેશ ફોગાટ સિલ્વર મેડલ સાથે ભારત પરત ફરી શકે છે.  

ADVERTISEMENT

સાથે જ  અમેરિકન એથ્લેટ જોર્ડન ચિલ્સે જિમ્નાસ્ટિક્સ ફ્લોર એક્સરસાઇઝની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. અહીં તે 13.7ના સ્કોર સાથે 5મા સ્થાને રહી હતી. જોકે, તેના કોચ સ્કોરિંગ જજના નિર્ણયથી નાખુશ જણાતા હતા અને તેમણે ઇન્ટરનેશનલ જિમ્નેસ્ટિક્સ ફેડરેશન (FIG)ને અપીલ કરી હતી. તેણે પોતાની અપીલમાં કહ્યું હતું કે, તેની સાથે સ્કોર બાબતે વ્યવહાર યોગ્ય થયો નથી. તેમની એથ્લેટ (જોર્ડન) જે રીતે પ્રદર્શન કર્યું છે, તેણીએ ઉચ્ચ સ્કોર મેળવવો જોઈએ. આ બાબતની સમીક્ષા કર્યા પછી, FIG એ જોર્ડનના પોઈન્ટ વધારીને 13.8 કર્યા. આ પછી, તે સીધી 5માથી 3જી આવી અને તેને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યો. આ રીતે હવે માનવામાં આવી રહ્યું છે કે, CAS પણ વીનેશના હકમાં ફેસલો લઈ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT