વિનેશ ફોગાટ મામલે મહત્ત્વના સમાચાર, સુનાવણી પૂર્ણ, મેડલ અંગે હવે...

ADVERTISEMENT

vinesh phogat
વિનેશ ફોગાટ
social share
google news

Vinesh Phogat Disqualification case : રમતગમતનો મહાકુંભ ઓલિમ્પિક આ વખતે પેરિસમાં યોજાઈ રહ્યો છે. પેરિસ ઓલિમ્પિક 2024ના 15મા દિવસે શનિવારે (10 ઓગસ્ટ) ભારતીય ખેલાડીઓ પણ એક્શનમાં હતા. ગોલ્ફ અને રેસલિંગ જેવી ઈવેન્ટ્સમાં ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો હતો. બીજી તરફ વિનેશ ફોગાટના મેડલ કેસની સુનાવણી પણ પૂર્ણ થઈ ગઈ છે. આ અંગેનો નિર્ણય હવે 11 ઓગસ્ટે રાત્રે 9.30 વાગ્યા સુધીમાં આવશે. 

વિનેશના કેસમાં 11મીએ નિર્ણય

વિનેશ ફોગાટના કેસમાં નિર્ણયનો સમય હવે 11 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે. 11 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર, રાત્રે 9.30 વાગ્યા સુધીમાં ખબર પડી જશે કે વિનેશને મેડલ મળશે કે નહીં. તેનો વિગતવાર આદેશ પછીથી જારી કરવામાં આવશે. અગાઉ CAS (કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ) એ પોતાનો નિર્ણય આપવા માટે 10 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. પરંતુ હવે 11 ઓગસ્ટે ચુકાદો જાહેર કરવામાં આવશે. આ કેસમાં ડો.એનાબેલ બેનેટ ચુકાદો આપશે.

જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવાયા હતા. ત્યારબાદ વિનેશ ફોગાટે તેની સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટના એડ-હોક વિભાગમાં અપીલ કરી હતી અને સંયુક્ત સિલ્વર મેડલની માંગણી કરી હતી. આ મામલાની સુનાવણી શુક્રવારે પૂરી થઈ હતી અને ભારતીય ઓલિમ્પિક સંઘે કહ્યું હતું કે, તે સકારાત્મક નિરાકરણની આશા રાખે છે. ક્યુબાની કુસ્તીબાજ યુસ્નેલિસ ગુઝમેન લોપેઝે વિનેશના સ્થાને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જે સેમિફાઇનલમાં તેની સામે હારી ગઈ હતી. પોતાની અપીલમાં ભારતીય રેસલરે લોપેઝ સાથે સંયુક્ત સિલ્વર મેડલ આપવાની માંગ કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT