USA vs IND મેચ પહેલા અમેરિકન કેપ્ટને ફ્રેન્ડ બુમરાહને આપી ચેતવણી, કહ્યું- ભયંકર ટક્કર થવાની છે

ADVERTISEMENT

USA vs IND
USA vs IND
social share
google news

USA vs IND Match: T20 વર્લ્ડ કપ 2024ની 25મી મેચમાં ભારતનો સામનો કરતા પહેલા અમેરિકાના કેપ્ટન મોનાંક પટેલે તેના જૂના મિત્ર જસપ્રિત બુમરાહને ચેતવણી આપી છે. મોનાંકનું કહેવું છે કે ભયંકર ટક્કર થવાની છે અને તે બુમરાહનો સામનો કરવા તૈયાર છે. મોનાંકના નેતૃત્વમાં અમેરિકન ટીમ સુપર 8માં પ્રવેશવાની ખૂબ નજીક છે. કેનેડા અને પાકિસ્તાનને હરાવીને અમેરિકાએ સુપર 8 માટે મજબૂત દાવો કર્યો છે. હવે તે બુધવારે ટીમ ઈન્ડિયા સામે ટકરાશે.

અમેરિકન ટીમમાં મોટાભાગના ખેલાડી ભારતીય

અમેરિકન ટીમમાં મોટાભાગના ખેલાડીઓ ભારતીય છે. તેમાંથી મોટાભાગના જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, કેએલ રાહુલ જેવા ઘણા સ્ટાર્સ સાથે પણ ક્રિકેટ રમી ચૂક્યા છે, પરંતુ હવે તેઓ અમેરિકાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. મોનાંક પણ તેમાંથી એક છે. સ્પોર્ટ્સ Tak સાથેની ખાસ વાતચીતમાં મોનાંકે જણાવ્યું કે તે 2015માં અમેરિકા આવ્યો હતો. તેની પાસે 2010થી ગ્રીન કાર્ડ હતું. તે ગુજરાત માટે અંડર 15, અંડર 19 લેવલ પર રમ્યો છે.

બુમરાહ વિશે અમેરિકન કેપ્ટને શું કહ્યું?

2015 સુધી મોનાંક ગુજરાત માટે અંડર-19 ક્રિકેટ રમી રહ્યો હતો. બુમરાહ, અક્ષર પટેલ તેના સાથી ખેલાડી હતા. 2015 માં અમેરિકા શિફ્ટ થયાના ત્રણ વર્ષ પછી, તે પસંદગી પ્રક્રિયા માટે લાયક બન્યો. તે 2018થી અમેરિકન ટીમ સાથે છે. બુમરાહ બોલિંગની શરૂઆત કરશે તો મોનાંક પટેલ અમેરિકા માટે ઓપનિંગ કરશે. તેના જૂના સાથીનો સામનો કરવા પર, મોનાંકે કહ્યું-

ADVERTISEMENT

હું બુમરાહને કહીશ કે જસ્સી ભાઈ, સારી સ્પર્ધા થશે. તેમને કોન્ફિડન્સ તો તેમને નથી આપવાનો.

 

 

કોહલીના ખરાબ ફોર્મ પર શું કહ્યું?

વિરાટ કોહલીના ખરાબ ફોર્મ પર મોનાંકે કહ્યું કે, તેને નથી લાગતું કે કોહલીને રનની જરૂર છે. જ્યારે મોટી મેચો હશે ત્યારે તે પોતે આગળ આવશે. ટીમ ઈન્ડિયા માટે આ ચિંતાનો વિષય નથી. ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપ જીતવાના સવાલ પર મોનાંકે કહ્યું કે જે સારું રમશે તે જીતશે. તેણે આશા વ્યક્ત કરી છે કે ભારત અને અમેરિકા વચ્ચે ફાઈનલ થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT