શુભમન ગિલ આઉટ, તો ઈંગ્લિશ બેટ્સમેન કેમ નહીં? સ્ટાર્કના કેચ પર થર્ડ અમ્પાયરના નિર્ણયથી હોબાળો
લંડન: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની એશિઝ શ્રેણી દરમિયાન ઘણા કેચને કારણે માહોલ ગરમાયો છે. હાલમાં જ જ્યારે સ્ટીવ સ્મિથે કેચ પકડ્યો ત્યારે ઈંગ્લેન્ડના ચાહકો તેને…
ADVERTISEMENT

લંડન: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની એશિઝ શ્રેણી દરમિયાન ઘણા કેચને કારણે માહોલ ગરમાયો છે. હાલમાં જ જ્યારે સ્ટીવ સ્મિથે કેચ પકડ્યો ત્યારે ઈંગ્લેન્ડના ચાહકો તેને ચીટર કહેવા લાગ્યા હતા. તે જ સમયે, જ્યારે ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કે બેન ડકેટનો કેચ લીધો ત્યારે એવો હંગામો થયો કે બાદમાં લોર્ડ્સ મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) એ ચાહકો માટે નિયમની બુક ખંખોળીને જવાબ આપવો પડ્યો. જો કે હજુ પણ ઓસ્ટ્રેલિયન ટીમ, પ્રશંસકો અને પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી બેન ડકેટના આઉટ ન થવાથી ખૂબ જ નારાજ છે. પરંતુ એમસીસીએ દરેકને એક નિયમ યાદ કરાવીને જવાબ આપ્યો છે.
આ ઘટના 29મી ઓવરમાં બની હતી
વાસ્તવમાં, લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે રમત ખતમ થવાની હતી. ઈંગ્લેન્ડે દિવસની માત્ર ત્રણ વધુ ઓવર રમવાની હતી. દરમિયાન, કેમેરોન ગ્રીન ઇનિંગની 29મી ઓવર સાથે ઓસ્ટ્રેલિયા માટે આવ્યો હતો. ગ્રીને શોર્ટ બોલ ફેંકતા ડકેટ થર્ડ મેન ઉપર શોટ મારવાનો પ્રયાસ કરે છે. પરંતુ બોલ તેના બેટની બીજી બાજુ અડ્યો અને હવામાં ફાઇન લેગ તરફ ગયો. મિચેલ સ્ટાર્ક દોડીને ત્યાં આવ્યો અને તેણે ખૂબ જ શાનદાર રીતે કેચ પકડ્યો. જે બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ખુશ થવા લાગ્યા અને ડકેટ આઉટ થયા બાદ પેવેલિયન જવા લાગ્યા. ત્યારે જ ત્રીજા અમ્પાયરે નો બોલ ચેક કર્યો અને બોલ કાયદેસર નીકળ્યો. આ પછી કેચનો રિપ્લે જોવા મળ્યો, પછી ડકેટને અડધે રસ્તે રોકી દેવામાં આવ્યો.
Well then…
What do we think of this one? 👀
Cleary grounded 😉 #EnglandCricket | #Ashes pic.twitter.com/bPHQbw81dl
— England Cricket (@englandcricket) July 1, 2023
ADVERTISEMENT
સમીક્ષા બાદ નિર્ણય બદલ્યો
રિવ્યુ જોતાં જાણવા મળ્યું કે સ્ટાર્કે બોલને પોતાના હાથમાં સારી રીતે કેચ કર્યો છે. પરંતુ આ પછી તેના શરીર સંતુલન બગડ્યું અને બોલ તેના હાથથી જમીનને સ્પર્શતો જોવા મળે છે. જેના કારણે બેન ડકેટને નોટઆઉટ આપવામાં આવ્યો હતો. જ્યાં ઘણા લોકોએ આ કેચને ક્લીન ગણાવ્યો હતો. તે જ સમયે, આ નિર્ણયને કારણે ઘણા લોકોએ અમ્પાયરને પણ નિશાન બનાવ્યા હતા.
થર્ડ અમ્પાયરના આ નિર્ણયે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાછલા મહિને રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની યાદ અપાવી દીધી. આ મેચમાં કેમરૂન ગ્રીન ડાઈવ મારીને શુભમન ગિલને એક હાથથી કેચ પકડે છે. ત્યારે મામલો થર્ડ અમ્પાયર પાસે હતો. આ વખતે રિપ્લે જોયા બાદ પહેલીનજરમાં લાગ્યું કે બોલ જમીનને સ્પર્શ થઈ ગયો છે, પરંતુ થર્ડ અમ્પાયર રિચર્ડ કેટલબોરોએ બેટ્સમેનને આઉટ આપ્યો હતો. સ્ટાર્ક અને કેમરૂન ગ્રીનના કેચની તુલના કરીએ તો ગ્રીનની તુલનાએ સ્ટાર્કના હાથમાં બોલ વધુ કન્ટ્રોલમાં હતો. એવામાં થર્ડ અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
View this post on Instagram
MCCએ આ જવાબ આપ્યો
સ્ટાર્કના કેચ પર સોશિયલ મીડિયામાં ફેલાયેલા હંગામાને કારણે, લોર્ડ્સ મેરીલેબોન ક્રિકેટ ક્લબે પણ ક્રિકેટના નિયમોના બુકમાંથી આ કેચના નિર્ણયને ટ્વિટ કર્યો. MCC એ ટ્વીટ કર્યું કે, નિયમ 33.3 સ્પષ્ટપણે જણાવે છે કે કેચ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે ફિલ્ડર પાસે “બોલ અને તેની ઝડપ પર સંપૂર્ણ નિયંત્રણ હોય” એટલે કે તે પહેલા બોલ જમીનને સ્પર્શી શકે નહીં. આ ખાસ ઘટનામાં, મિશેલ સ્ટાર્ક કેચ લીધા પછી સ્લાઈડ કરી રહ્યો હતો અને બોલ જમીન પર ઘસાઈ રહ્યો હતો, તેથી તેની મૂવમેન્ટ પર તેનો કાબૂ નહોતો. જેના કારણે બેટ્સમેનને નોટઆઉટ આપવામાં આવ્યો છે. જો કે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ગ્લેન મેકગ્રાએ આઉટ ન આપવાની ઘટનાને શરમજનક ગણાવી હતી અને કહ્યું હતું કે જો તે આઉટ ન હોય તો અત્યાર સુધી લેવાયેલા તમામ કેચ પર બેટ્સમેને આઉટ ન થવું જોઈએ.
ADVERTISEMENT