INDvsPAK: ગૃહમંત્રી અમિત શાહ પણ મેચ નિહાળશે, કુળદેવીના પણ કરશે દર્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

World Cup 2023 : ODI વર્લ્ડ કપ 2023 શરૂ થઇ ચુક્યો છે. ભારતની મેજબાનીમાં વન ડે વર્લ્ડ કપ શાનદાર રીતે રમાઇ રહ્યો છે. સમગ્ર દેશના અનેક સ્ટેડિયમમાં મેચ રમાઇ રહી છે. 14 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે. 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાઇપ્રોફાઇલ ભારત-પાકિસ્તાન મેચ રમાઇ રહી છે. આ મેચને લઇ પાકિસ્તાનની ટીમ ગઇકાલે અમદાવાદ ખાતે આવી હતી. ભારતીય ટીમ આજે આવી પહોંચી છે. આ અત્યંત હાઇપ્રોફાઇલ મેચ જોવા માટે ભારતીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવવાનાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મેચમાં અનેક VIP આવી રહ્યા હોવાથી અત્યારથી જ પોલીસ એલર્ટ પર છે.

કેન્દ્રીય ગૃહમંત્રી 13 ઓક્ટોબરથી ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13 ઓક્ટોબરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. અમિત શાહ 14 ઓગસ્ટના રોજ ભારત-પાકિસ્તાનની મેચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં જોશે. આ ઉપરાંત તેઓ અમદાવાદ, ગાંધીનગરના અનેક કાર્યક્રમોમાં હાજર રહેશે. આ ઉપરાંત નવરાત્રી પણ શરૂ થઇ રહી હોવાથી તેઓ પોતાના કુળદેવીના માતાના માણસા ખાતે દર્શને જશે.

આવતી કાલની મેચમાં ખુબ જ VIP મુવમેન્ટ જોવા મળશે

અત્રે ઉલ્લેખનીય છે કે, મીડિયા રિપોર્ટ અનુસાર અમિતાભ બચ્ચન, રજનીકાંત, સચિન તેંડુલકર પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. આ ઉપરાંત ટીવીટુડે ગ્રુપના એમડી અરૂણ પુરી અને કલીપુરી પણ મેચ નિહાળશે. આ ઉપરાંત સુધીર ચૌધરી સહિતના અનેક દિગ્ગજો કાર્યક્રમમાં હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મેચમાં આતશબાજી અને લેસરશો પણ થાય તેવી શક્યતા છે. જો કે આ અંગે હજી સુધી BCCI કે ICC દ્વારા કોઇ અધિકારીક માહિતી આપવામાં આવી નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT