IPL 2023: ધોની અને સંજુ સેમસન વચ્ચે આજે ટોપ પોઝિશન માટે જંગ, શું હશે પ્લેઈંગ-11?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થશે. આ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. રાજસ્થાન ટીમના ઓપનર જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ, જે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે, તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો તેમના ગઢ ચેપોક સ્ટેડિયમમાં કરશે, જેમાં તેમના સ્પિનરોનો સામનો કરવાનો પડકાર આસાન નહીં હોય. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 સીઝનની 17મી મેચ આજે રમાશે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો આમને-સામને થશે.

જે ટીમ આ મેચ જીતશે તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી જશે. જોકે, આ માટે ચેન્નાઈની ટીમે થોડી મહેનત કરવી પડશે એટલે કે સારા માર્જિનથી મેચ જીતવી પડશે. હાલમાં લખનૌ સુપર જાયન્ટ્સ 4 મેચમાં 3 જીત સાથે ટોપ પર છે. જ્યારે રાજસ્થાન અને ચેન્નાઈની ટીમે અત્યાર સુધી 3 મેચમાંથી 2-2થી જીત મેળવી છે. પરંતુ સારા નેટ રનરેટના કારણે સંજુ સેમસનની કેપ્ટન્સીવાળી રાજસ્થાનની ટીમ બીજા નંબરે છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નાઈની ટીમ પાંચમા નંબર પર છે.

રાજસ્થાન ટીમના ઓપનર જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ, જે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે, તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો તેમના ગઢ ચેપોક સ્ટેડિયમમાં કરશે. જેમાં તેમના આક્રમક સ્પિનરોનો સામનો કરવાનો પડકાર આસાન નહીં હોય. ઈંગ્લેન્ડના કેપ્ટન બટલર અને ભારતના યુવા બેટ્સમેન જયસ્વાલે બે-બે અડધી સદી ફટકારી છે. બટલરની સ્ટ્રાઈક રેટ 180.95 અને જયસ્વાલની સ્ટ્રાઈક રેટ 164.47 છે.

ADVERTISEMENT

ટોસની ભૂમિકા મહત્વની
રોયલ્સે ગુવાહાટીમાં અત્યાર સુધી ત્રણમાંથી બે મેચ રમી છે જ્યાં તેમને સપાટ પિચ મળી હતી. હૈદરાબાદની પીચ પણ બેટ્સમેનોને મદદરૂપ હતી. હવે ચેન્નાઈની પીચ ધીમા બોલરોને મદદરૂપ થશે. આવી સ્થિતિમાં ટોસની ભૂમિકા મહત્વની રહેશે કારણ કે આ પીચ પર 170 કે 175 રનના લક્ષ્યનો પીછો કરવો આસાન નહીં હોય. ખાસ કરીને જ્યારે સામે મોઈન અલી, રવિન્દ્ર જાડેજા અને મિશેલ સેન્ટનર જેવા બોલર હોય. ત્રણેય ખેલાડીઓએ અત્યાર સુધી ત્રણ મેચમાં 11 વિકેટ લીધી છે અને તેમનો ઈકોનોમી રેટ શાનદાર રહ્યો છે.

મોઈનની ટીમમાં વાપસી
મોઈને બે મેચમાં 6.50ની એવરેજથી બોલિંગ કરી, જ્યારે જાડેજા અને સેન્ટનરે પણ પ્રતિ ઓવર સાતથી ઓછા રન આપ્યા. મોઈન ઈન્ફેક્શનને કારણે છેલ્લી મેચ રમી શક્યો નહોતો, પરંતુ હવે તે સિસાંડા મગાલાની જગ્યાએ રમશે. ડ્વેન પ્રિટોરિયસ જો બેન સ્ટોક્સ ફિટ ન હોય તો તેનું સ્થાન લેશે.

ADVERTISEMENT

મેચમાં જોવા મળશે રસાકસી
રોયલ્સના સ્પિનરોને પણ હળવાશથી ન લઈ શકાય. રવિચંદ્રન અશ્વિનનું આ હોમ ગ્રાઉન્ડ છે અને યુઝવેન્દ્ર ચહલ પણ મેચ વિનિંગ બોલર છે. તમિલનાડુનો મુરુગન અશ્વિન પણ ટીમમાં છે. ચેન્નાઈને દીપક ચહરની ખોટ રહેશે જે હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર છે. જોવું એ રહ્યું કે ધોની રાજવર્ધન હંગરગેકર અને સિમરજીત સિંહમાંથી કોને પસંદ કરે છે. ઋતુરાજ ગાયકવાડ ટોપ પર સતત સારું રમી રહ્યો છે. બંને ટીમો પાસે મજબૂત બેટિંગ ઓર્ડર છે, જે એક રસપ્રદ મેચ બનવાની અપેક્ષા છે. રોયલ્સ પાસે કેપ્ટન સંજુ સેમસન અને શિમરોન હેટમાયર જેવા ટોચના બેટ્સમેન છે. સાથે જ ટ્રેન્ટ બોલ્ટ અને જેસન હોલ્ડરને બોલિંગનો અનુભવ છે.

ADVERTISEMENT

સંભવત પ્લેઈંગ 11 
ચેન્નાઈ સુપર કિંગ્સ: ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે/મોઈન અલી, અંબાતી રાયડુ/સિસાંદા મેગાલા (ઈમ્પેક્ટ પ્લેયર્સ), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, ડ્વેન પ્રિટોરિયસ, એમએસ ધોની , મિશેલ સેન્ટનર, મહિષ તિક્ષણા/સીમરજીત સિંઘ અને તુષાર દેશપાંડે.

રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ/સંદીપ શર્મા (ઈમ્પેક્ટ પ્લેયર્સ), જેસન હોલ્ડર, આર અશ્વિન, મુરુગન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલ.

    follow whatsapp

    ADVERTISEMENT