Ahmedabad: અમદાવાદની યુવતીને એસ્કોર્ટ ગર્લ બતાવી પોસ્ટર ચોંટાડનાર ટેનિસ સ્ટાર એરપોર્ટથી ડિટેઈન

ADVERTISEMENT

Ahmedabad News
Ahmedabad News
social share
google news

Tennis Player Madhwin Kamath: ભારતીય ટેનિસ ખેલાડી માધવીન કામતની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં માધવીન વિરુદ્ધ એક મહિલાએ કેસ દાખલ કર્યો હતો. જેના આધારે માધવીનને ઈમિગ્રેશન વિભાગ દ્વારા મુંબઈ એરપોર્ટ પરથી અટકાયતમાં લઈ અમદાવાદ શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.

યુવતીએ ટેનિસ પ્લેયર પર લગાવ્યો હતો આરોપ

22 વર્ષીય યુવતીએ 23 માર્ચે અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં માધવીન કામત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. માધવીન કામતે યુવતી પર આરોપ લગાવ્યો હતો કે આખા અમદાવાદ શહેરમાં પોસ્ટર લગાવીને તેને બદનામ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં લગાવવામાં આવેલા પોસ્ટરમાં યુવતીને એસ્કોર્ટ ગર્લ અને સેક્સ વર્કર તરીકે દર્શાવવામાં આવી હતી.

ખેલાડી પર લાગ્યા હતા ગંભીર આરોપ

માધવીન કામતે યુવતીની તસવીર ઈન્સ્ટાગ્રામ પરથી ડાઉનલોડ કરીને, તસવીર સાથે ચેડાં કરીને, પોસ્ટરમાં એસ્કોર્ટ સર્વિસ લખીને યુવતીનો મોબાઈલ નંબર સાર્વજનિક કર્યો હતો. જે બાદ અમદાવાદમાં રહેતી 22 વર્ષની યુવતીને ઘણા અજાણ્યા નંબરો પરથી કોલ આવવા લાગ્યા હતા. ફોન કરનારાઓ યુવતીને એસ્કોર્ટ ગર્લ કહીને હેરાન કરતા હતા. જે બાદ યુવતીએ તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઈમ સેલને આ અંગે જાણ કરી હતી.

ADVERTISEMENT

સીસીટીવીમાં પોસ્ટર લગાવતા દેખાયો હતો

યુવતીના પોસ્ટર સાથે છેડછાડ કરીને માધવીને પોતે જ અમદાવાદના અલગ-અલગ ઈલેક્ટ્રીક થાંભલા પર પોસ્ટર લગાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે મેળવેલા CCTV ફૂટેજમાં માધવીન કામત પોતાની બાઇક સાથે પોસ્ટર લગાવતો જોવા મળ્યો હતો.

પોલીસે શું જણાવ્યું?

અમદાવાદ શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચના એસીપી એચ.એસ માકડિયાએ જણાવ્યું હતું કે, માધવીન કામતે શહેરમાં ત્રણ જગ્યાએ પોસ્ટર લગાવ્યા હતા અને બાદમાં પોતે બે જગ્યાએથી પોસ્ટર ફાડી નાખ્યા હતા. યુવતીની ફરિયાદ બાદ માધવીન ટેનિસ રમવા માટે ફ્રાન્સ ગયો હોવાનું બહાર આવ્યું હતું, તે સમયે માધવીન વિરુદ્ધ LOC રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

એસી.પી એચ.એસ માકડિયાએ જણાવ્યું હતું કે, માધવીન અને યુવતી બંને પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા, પરંતુ કોઈ કારણસર બંને વચ્ચે વાતચીત બંધ થઈ જતાં માધવીને ઈન્સ્ટાગ્રામ પરથી યુવતીનો ફોટો ડાઉનલોડ કર્યો, તેની પ્રિન્ટ કાઢી અને યુવતીને એસ્કોર્ટ અને સેક્સ વર્કર બતાવીને મોબાઈલ નંબર સાથે પોસ્ટર બનાવી શહેરમાં લગાવવામાં આવ્યા હતા. હાલ માધવીનની ધરપકડ બાદ જામીન પર છૂટકારો થયો છે.

ADVERTISEMENT

(અતુલ તિવારી, અમદાવાદ)
 

    follow whatsapp

    ADVERTISEMENT