Team India's T20 World Cup Victory Parade: તિરંગા અને ટ્રોફી સાથે વિશ્વ ચેમ્પિયનનો વિજય રથ,ચાહકો સાથે ખેલાડીઓ પણ મોજમાં!
Team India's T20 World Cup Victory Parade In Mumbai: તારીખ 29 જૂન 2024... T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું. આ રીતે ભારતીય ટીમ આ ફોર્મેટમાં બીજી વખત ચેમ્પિયન બની
ADVERTISEMENT
Team India's T20 World Cup Victory Parade In Mumbai: તારીખ 29 જૂન 2024... T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું. આ રીતે ભારતીય ટીમ આ ફોર્મેટમાં બીજી વખત ચેમ્પિયન બની છે. 29 જૂને રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને રોમાંચક રીતે હરાવ્યું હતું. બ્રિજટાઉન (બાર્બાડોસ)ના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં આ જીત સાથે, ભારતે 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપ જીત્યો. આ જીત બાદ ભારતીય ટીમ આજે પોતાના વતન પરત ફરી હતી. ટીમ ઈન્ડિયાના સભ્યો આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. હવે ટીમ ઈન્ડિયા મુંબઈમાં એરપોર્ટ પર પહોંચી ગઈ છે અને થોડીવારમાં વિજય પરેડની શરૂઆત થશે.
ગુજરાત તક પર નિહાળો LIVE: https://www.youtube.com/live/zA4V0LdCdN8?si=75FaGfkt2Oft-Z5D
BCCIએ X પર લોકોની ભીડને સંબોધતા પોસ્ટ શેર કરી લખ્યું કે, 'બ્લુ રંગનો દરિયો'
T-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમનું મુંબઈમાં મરીન ડ્રાઈવ ખાતે વિજય પરેડ દરમિયાન ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મરીન ડ્રાઈવ ખાતે એકત્ર થયેલા ક્રિકેટ ચાહકોએ એમ્બ્યુલન્સને ભીડમાંથી પસાર થવા માટે રસ્તો બનાવ્યો હતો.
મુંબઈ એરપોર્ટ પર ભારતીય ક્રિકેટ ટીમને વોટર સલામી આપવામાં આવી હતી.
મુંબઈના રસ્તાઓ પર લાખો ચાહકો એકઠા થયા છે. દરેક વ્યક્તિ ચેમ્પિયનની રાહ જોઈ રહ્યો છે. મરીન ડ્રાઈવ સંપૂર્ણ રીતે ભરેલી છે.
ચેમ્પિયનને આવકારવા માટે વાનખેડે સ્ટેડિયમ પણ ચાહકોથી ભરચક છે. લાખોની ભીડ મેદાનની બહાર નજરે પડી, ત્યારે સ્ટેડિયમમાં હજારો ચાહકો પણ એકઠા થયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT