ભારતીય ટીમના ઘરેલું શેડ્યૂલમાં અચાનક મોટો બદલાવ, જાણો હવે ક્યારે અને ક્યાં રમાશે મેચ
Team India Home Schedule Revised: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેની 2024-25ની ધરેલું સીઝનના શેડ્યૂલમાં ફેરફાર કર્યા છે.
ADVERTISEMENT
Team India Home Schedule Revised: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેની 2024-25ની ધરેલું સીઝનના શેડ્યૂલમાં ફેરફાર કર્યા છે. ભારતીય ટીમે ઘરઆંગણે બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ સામે શ્રેણી રમવાની છે. આ બંને શ્રેણીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતીય ટીમે ઘરઆંગણે બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી અને 3 મેચની T20 શ્રેણી રમવાની છે. પ્રથમ ટેસ્ટ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને આ પછી બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી યોજાશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે સીરિઝની પ્રથમ T20 મેચ 6 ઓક્ટોબરે ધર્મશાલામાં રમાવાની હતી.
શેડ્યૂલમાં મોટો બદલાવ
BCCI એ બાંગ્લાદેશ સામે પ્રથમ ટી-20 મેચનું સ્થળ બદલી નાખ્યું છે. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ડ્રેસિંગ રૂમમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થળ બદલવામાં આવ્યું છે. હવે આ મેચ ગ્વાલિયરના શ્રીમંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ગ્વાલિયરમાં 14 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ મેદાન પર છેલ્લી વખત વનડે મેચ 2010માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી, જેમાં સચિન તેંડુલકરે બેવડી સદી ફટકારી હતી. ત્યારબાદ સચિન ODIમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો. બાંગ્લાદેશ બાદ ભારતીય ટીમે આવતા વર્ષે જાન્યુઆરીમાં સીધી હોમ સિરીઝ રમવાની છે. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ ભારત આવશે. બંને ટીમો વચ્ચે 5 મેચની T20 સીરીઝ અને 3 મેચની ODI સીરીઝ રમાશે. પ્રથમ વનડે શ્રેણી હશે, જે 22 જાન્યુઆરીથી શરૂ થશે. બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ શ્રેણીના શિડ્યુલમાં પણ મોટો ફેરફાર કર્યો છે.
કોલકાતા પોલીસની અપીલ પર સ્થળ બદલાયું
બોર્ડે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ અને બીજી T20 મેચનું સ્થળ પણ બદલ્યું છે. સીરીઝની પ્રથમ ટી20 મેચ 22 જાન્યુઆરીએ ચેન્નાઈમાં રમાવાની હતી. પરંતુ હવે આ મેચ કોલકાતામાં રમાશે. જ્યારે બીજી T20 મેચ 25 જાન્યુઆરીએ કોલકાતામાં યોજાવાની હતી જે હવે ચેન્નાઈમાં યોજાશે. જોકે, મેચની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ સિરીઝમાં જે ફેરફાર થયો છે તે કોલકાતા પોલીસની અપીલને કારણે કરવામાં આવ્યો છે. કોલકાતા પોલીસનું કહેવું છે કે બીજી T20 મેચ 25 જાન્યુઆરીએ યોજાશે, જ્યારે તેઓ ગણતંત્ર દિવસની તૈયારીમાં વ્યસ્ત હશે. આથી પોલીસે બોર્ડને આ વિનંતી કરી હતી.
ADVERTISEMENT
બાંગ્લાદેશનો ભારત પ્રવાસ
- પ્રથમ ટેસ્ટ- ચેન્નાઈ- 19 થી 23 સપ્ટેમ્બર
- બીજી ટેસ્ટ - કાનપુર - 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર
- 1લી T20- ગ્વાલિયર- 6 ઓક્ટોબર
- બીજી T20- દિલ્હી- 9 ઓક્ટોબર
- ત્રીજી T20- હૈદરાબાદ- 12 ઓક્ટોબર
ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ
- 1લી T20- 22 જાન્યુઆરી- કોલકાતા
- બીજી T20- 25 જાન્યુઆરી- ચેન્નાઈ
- ત્રીજી ટી20- 28 જાન્યુઆરી- રાજકોટ
- ચોથી T20- 31 જાન્યુઆરી- પુણે
- પાંચમી T20- 2 ફેબ્રુઆરી- મુંબઈ
- પહેલી ODI- 6 ફેબ્રુઆરી- નાગપુર
- બીજી ODI – 9 ફેબ્રુઆરી – કટક
- ત્રીજી ODI- 12 ફેબ્રુઆરી- અમદાવાદ
ADVERTISEMENT