IPL વચ્ચે T20 વર્લ્ડકપ પર આવી મોટી ખબર, ટીમ ઈન્ડિયા આ તારીખે US-વેસ્ટ ઈન્ડિઝ માટે રવાના થશે!

ADVERTISEMENT

T20 World Cup
T20 World Cup
social share
google news

T20 World Cup: T20 વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત થવા જઈ રહી છે. આ દરમિયાન વર્લ્ડ કપને લઈને ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલી એક મોટી અપડેટ સામે આવી છે. T20 વર્લ્ડ કપ જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાવાનો છે અને આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ટીમ ક્યારે રવાના થશે તે અંગે તારીખ સામે આવી ગઈ છે.

આ તારીખે ભારતીય ટીમ WC માટે રવાના થશે?

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર આઈપીએલ વચ્ચે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ માટે રવાના થઈ શકે છે. સૂત્રના જણાવ્યા અનુસાર, ટીમ 21 મેના રોજ એવા ખેલાડીઓ સાથે વર્લ્ડ કપ માટે રવાના થઈ શકે છે જેઓ તે સમય સુધીમાં IPLમાંથી બહાર થઈ ગયા હશે. રિપોર્ટ અનુસાર, ટીમ ઈન્ડિયા 21મી મેના રોજ વર્લ્ડ કપ માટે ઉડાન ભરી શકે છે.

પસંદગીકારો કોને કોને કરશે ટીમમાં સામેલ?

વિશ્વકપની ટીમની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આઈપીએલના પ્રદર્શનના આધારે વર્લ્ડ કપની ટીમમાં કયા ખેલાડીઓને તક મળી શકે છે. જો કે, અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ 15 સભ્યોની ટીમમાં ઘણી જગ્યાઓ અંગે મૂંઝવણમાં છે. પસંદગીકારોને બીજા વિકેટકીપરના વિકલ્પ અંગે ઘણા બધા નામોમાંથી કોઈ એકને પસંદ કરવું મુશ્કેલ હશે.

ADVERTISEMENT

વિકેટકીપર પસંદગી માથાનો દુખાવો બની

બીજા વિકેટકીપર બેટ્સમેનને લઈને પસંદગીકારો સંજુ સેમસન અને કેએલ રાહુલ વચ્ચે મૂંઝવણમાં મૂકાઈ ગયા છે, જ્યારે રિષભ પંતે આઈપીએલમાં પોતાની ફિટનેસ સાબિત કરી છે અને તે આ પદ માટે પ્રથમ પસંદગી છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 5 જૂને ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે કરશે. આયર્લેન્ડ બાદ તેનો મુકાબલો 9 જૂને ગ્રુપ Aમાં પાકિસ્તાન સામે થશે. ભારતીય ટીમ તેની પ્રથમ ત્રણ મેચ ન્યૂયોર્કમાં જ રમશે.
 

    follow whatsapp

    ADVERTISEMENT