ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે GF સાથે સગાઈ કરી, સાથી ક્રિકેટરોએ પાઠવી ખાસ અંદાજમાં શુભકામના

ADVERTISEMENT

Jitesh Sharma
Jitesh Sharma
social share
google news

Jitesh Sharma Engagement: ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. બંને લાંબા સમયથી સાથે રિલેશનશિપમાં હતા. જીતેશે સગાઈની તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. T20I કેપ્ટન સૂર્યકુમારે આ પોસ્ટ પર ખાસ રીતે અભિનંદન પાઠવ્યા છે.

ગર્લફ્રેન્ડ સાથે ક્રિકેટરે કરી સગાઈ

જીતેશ શર્માએ ગર્લફ્રેન્ડ શલાકા મકેશ્વર સાથે સગાઈ કરી લીધી. IPLમાં પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા 30 વર્ષના જિતેશને ઘણા ક્રિકેટરો તરફથી અભિનંદન મળી રહ્યા છે. તે જ સમયે, ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે અલગ રીતે જીતેશ અને તેના મંગેતરને અભિનંદન આપ્યા.

ભારતીય ક્રિકેટરોએ ફની કોમેન્ટ કરી

જીતેશની પોસ્ટ પર કમેન્ટ કરતા સૂર્યકુમારે લખ્યું, "ભાઉ અને વાહિનીને ખૂબ ખૂબ અભિનંદન." મરાઠીમાં ભાઉને ભાઈ અને વાહિનીને ભાભી કહેવામાં આવે છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે પણ કમેન્ટ કરી હતી. ગાયકવાડે લખ્યું, "અભિનંદન, ક્લબમાં આપનું સ્વાગત છે." ઓલરાઉન્ડર શિવમ દુબેએ કહ્યું, "બંનેને શુભકામનાઓ." અર્શદીપ સિંહે લખ્યું, "ખૂબ-ખૂબ શુભકામના, ફેવિકોલની જોડ."

ADVERTISEMENT

કોણ છે શલાકા મકેશ્વર?

જીતેશ શર્માની મંગેતર શલાકા મકેશ્વરે પ્રોફેસર રામ મેઘે કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ બડનેરા રેલ્વેમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં B.E કર્યું છે. શલાકાએ ડિઝાઇનમાં M.Tech કર્યું છે. પુણેની રહેવાસી શલાકાએ નાગપુરમાં ગ્લોબલ લોજિક કંપનીમાં સિનિયર ટેસ્ટ એન્જિનિયરની પોસ્ટ સંભાળી છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT