IND vs ENG: શમી-બુમરાહની ધાકડ બોલિંગ સામે ઈંગ્લેન્ડની ટીમ ધરાશાયી, ભારતની સેમીફાઈનલમાં એન્ટ્રી

ADVERTISEMENT

gujarattak
social share
google news

World Cup 2023 India vs England: લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ભારતીય ટીમે 100 રનથી ઈંગ્લેન્ડની ટીમને હરાવી દીધી છે. ભારત માટે મોહમ્મદ શમીએ સૌથી વધુ 7 ઓવરમાં 4 વિકેટ લીધી હતી. શમીએ 2 મેડન ઓવર ફેંકીને કુલ 22 રન આપ્યા હતા. જ્યારે જસપ્રીત બુમરાહે પણ 6.5 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 2 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.

રોહિતે ભારત માટે સૌથી વધુ 87 રન બનાવ્યા

મેચમાં, ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 229 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 87 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવે 49 રન અને કેએલ રાહુલે 39 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલીએ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને 2-2 સફળતા મળી હતી.

આ પછી 230 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમ શરૂઆતથી જ લથડતી જોવા મળી હતી અને 129 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જોસ બટલરની કેપ્ટનશીપવાળી ઈંગ્લેન્ડની ટીમ માત્ર 34.5 ઓવર જ રમી શકી હતી. ટીમ માટે લિયામ લિવિંગસ્ટોને સૌથી વધુ 27 રન બનાવ્યા હતા.

ADVERTISEMENT

ભારત વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચ્યું

ભારતીય ટીમ 6 મેચ જીત્યા બાદ 12 પોઈન્ટ સાથે સેમીફાઈનલની ઉંબરે પહોંચી ગઈ છે. હવે જીત તેનું સ્થાન નિશ્ચિત કરશે. બીજી તરફ ઈંગ્લેન્ડ 6 મેચમાં 5 હાર સાથે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે.

ભારતે 20 વર્ષ બાદ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું

ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમે 20 વર્ષ બાદ ઈંગ્લેન્ડ સામે જીત નોંધાવી છે. આ પહેલા 2003ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમને 82 રને હાર મળી હતી. આ પછી 3 મેચ રમાઈ. 2011માં મેચ ટાઈ થઈ હતી. જ્યારે 2019માં ઈંગ્લેન્ડે 31 રનથી હરાવ્યું હતું. પરંતુ હવે ત્રીજી મેચમાં ભારતે શાનદાર રીતે જીત મેળવી હતી.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT