IND vs AUS T-20: કૃષ્ણા-બિશ્નોઈ સામે કાંગારૂઓ ધ્વસ્ત, ભારતે સતત બીજી મેચમાં વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs AUS T-20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થિરુવનંતપુરમમાં રમાયેલી સીરિઝની બીજી ટી-20 મેચમાં ભારતીય ટીમનો 44 રને વિજય થયો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 234 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે બેટર્સ બાદ બોલર્સ પણ ઝળક્યા હતા.

ભારત માટે રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ણાએ પણ 4 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલે 3 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી હતી. ઝડપી બોલર મુકેશ કુમારે પણ 4 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. તો અર્શદીપ સિંહે 4 ઓવરમાં 46 રન આપીને 1 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયા સામે ભારતનો સર્વોચ્ચ સ્કોર

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 4 વિકેટે 235 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે ટી20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા 20 સપ્ટેમ્બર 2022ના રોજ મોહાલીમાં રમાયેલી મેચમાં 6 વિકેટે 211 રન બનાવ્યા હતા. એકંદરે T20 ઈન્ટરનેશનલમાં આ પાંચમો સૌથી મોટો સ્કોર છે.

ADVERTISEMENT

ભારતીય ટીમ દ્વારા 3 શાનદાર અડધી સદી

વર્તમાન મેચમાં ભારતીય ટીમ દ્વારા ત્રણ શાનદાર અર્ધસદી ફટકારવામાં આવી હતી. પ્રથમ યશસ્વી જયસ્વાલે 24 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. ટી20 ઈન્ટરનેશનલમાં આ તેની બીજી અડધી સદી છે. યશસ્વી 25 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ઈશાન કિશન અને પછી ઋતુરાજ ગાયકવાડે ફિફ્ટી ફટકારી હતી.

ઇશાન કિશને 32 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી અને બીજી વિકેટ માટે ઋતુરાજ ગાયકવાડ સાથે 58 બોલમાં 87 રનની ભાગીદારી કરી હતી. જ્યારે ઋતુરાજે 43 બોલમાં સૌથી વધુ 58 રનની ઇનિંગ રમી હતી. અંતે રિંકુ સિંહે 9 બોલમાં 31 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલર નાથન એલિસે 3 અને માર્કસ સ્ટોઈનિસે 1 વિકેટ ઝડપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT